દુનિયામાં લાખ વ્યક્તિએ મૃત્યુદર 4.1ની સરખામણીએ ભારતમાં આ દર 0.2 છે

અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 39,174 દર્દીઓ કોરોનાને હરાવીને કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આંકડો દેશમાં 38.73% કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. દર્દીઓના સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે. ભારતમાં અત્યારે 58,802 સક્રિય કેસો છે. આ તમામ સક્રિય કેસો અત્યારે તબીબી દેખરેખ હેઠળ છે. સક્રિય કેસોમાંથી માત્ર અંદાજે 2.9% દર્દીઓ ICUમાં સારવાર લઇ રહ્યા છે. ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિ મૃત્યુદર 0.2 નોંધાયો છે જેની તુલનાએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 4.1 વ્યક્તિનાં મૃત્યુ થવાનો દર નોંધાયો છે.
દેશમાં ગઇકાલે 1,08,233 જેટલી વિક્રમી સંખ્યામાં એક જ દિવસમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 24,25,742 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં ભારતમાં કોવિડ-19ના પરીક્ષણ માટે માત્ર એક જ લેબોરેટરી હતી અને ત્યારબાદ પરીક્ષણની ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવ્યો અને અત્યારે દેશમાં કુલ 385 સરકારી લેબોરેટરી તેમજ 158 ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 માટે સુધારેલી પરીક્ષણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અગાઉના માપદંડો ઉપરાંત, પરીક્ષણની વ્યૂહરચના વધુ વ્યાપક કરવામાં આવી છે જેમાં કોવિડ-19નો ચેપ ઓછો કરવા માટે અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ હોય તેવા અગ્ર હરોળના કામદારો, જેમનામાં lLl લક્ષણો જોવા મળ્યા હોય, ઉપરાંત જેઓ પરત આવ્યા હોય તેવા તેમજ વિસ્થાપિતો હોય તેમનામાં બીમારીના 7 દિવસની અંદર lLl લક્ષણો જોવા મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને સમાવવામાં આવ્યા છે.
મંત્રાલય દ્વારા કાર્યસ્થળે કોવિડ-19નો ફેલાવો નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક માપદંડોની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેથી જો આવી જગ્યાએ કોવિડ-19ની કોઇ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલી વ્યક્તિ મળી આવે તો તેની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીની સ્થિતિમાં ડેન્ટલ પ્રોફેશનલો માટે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કારણ કે, ડેન્ટિસ્ટ્સ, આનુષંગિક સ્ટાફ અને દર્દીઓને એકબીજાને ચેપ લાગવાનું ખૂબ જ જોખમ હોય છે.