લોકડાઉનને કારણે આ બોલિવુડ એક્ટરની આર્થિક સ્થિતિ નબળી
નવી દિલ્હી, ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરના લોકોને પરેશાન કર્યા છે. ભારતમાં પણ દિવસેને દિવસે આ મહામારીના કેસ વધી રહ્યા છે. ગઈકાલથી દેશમાં લોકડાઉન ૪.૦ પણ લાગુ થયું છે. આ દરમિયાન લોકોની આર્થિક સમસ્યા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તેમાંથઈ એક્ટિંગ ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ પણ બાકાત નથી. આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચૂકેલા એક્ટર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે દેશની રાજધાની દિલ્હીમાં ફળ વેચવા મજબૂર થયો છે.
બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ અને ફિલ્મ સોનચિડીયામાં જાવા મળેલા એક્ટર સોલંકી દિવાકરને ભલે ખૂબ ઓછા લોકો નામથી જાણતા હોય, પરંતુ ફિલ્મો જાઈને તેનો ચહેરો જરૂરથી યાદ આવી જશે. લોકડાઉનના કારણે હાલ તેની આર્થિક સ્થિતિ નબળી છે અને જેથી તેણે દિલ્હીના રસ્તા પર ફ્રુટ વેચવાનું શરૂ કર્યું છે.
લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ બંધ છે, જેના કારણે તેને ઘર ચલાવવામાં તકલીફ થઈ રહી છે. તેણે જણાવ્યું છે કે, લોકડાઉનના કારણે મારે મારું અને મારા પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું છે. મકાનનું ભાડું ભરવાનું છે અને પેટ પણ ભરવાનું છે. તેથી મેં ફળ વેચવાનું શરૂ કરી દીધું. તેણે જણાવ્યું કે, લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલાયું છે. તે આગામી ફિલ્મમાં ઋષિ કપૂર સાથે નાના રોલમાં જાવા મળવાનો હતો, પરંતુ લોકડાઉનના કારણે શૂટિંગ થયું નહીં અને હવે તો ઋષિ કપૂર પણ દુનિયા છોડીને જતા રહ્યાં.