Western Times News

Gujarati News

આ પાંચ ભારતીય ક્રિકેટર્સ પાસે છે સરકારી નોકરી

નવી દિલ્હી,  ભારતમાં ક્રિકટને એક ધર્મ તરીકે જાવામાં આવે છે. ક્રિકેટ પ્રત્યેનો લોકોનો પ્રેમ કેટલાક ક્રિકેટરોને ભગવાન જેવો દરજ્જા આપે છે. ઘણા ક્રિકેટરોને યુવાઓ પોતાના રોડમોડલ બનાવીને તેમને ફોલો કરતા હોય છે. ભારતીય ટીમમાં રમીને દેશનું નામ રોશન કરનારા કેટલાક ક્રિકેટર્સ એવા પણ છે જેઓ સરકારી નોકરી પણ કરી રહ્યા છે.

કે. એલ. રાહુલ ટીમ ઈન્ડિયાન આ યુવા ઓપનર અને સ્ટાઈલિશ બેટ્‌સમેનની બેટિંગના ઘણા લોકો ફેન છે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે તે સરકારી નોકરી પણ કરે છે. ટીમ ઇન્ડિયામાં આવતા પહેલા જ રાહુલના ટેલેન્ટને આરબીઆઈએ ઓળખી લીધું હતું. રાહુલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે. આ પહેલા કે. એલ રાહુલ આરબીઆઈની જાહેરાતમાં પણ જાવી મળી ચૂક્યો છે.

જાગીન્દર શર્મા
ભારતીય ટીમને ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપમાં અંતિમ ઓવરમાં ચેમ્પિયન બનાવનારા જાગિન્દર શર્માને બધા ઓળખે છે. તેની ઓવરમાં જ ભારતીય ટીમે પાકિસ્તાન સામે ઇતિહાસ રચ્યો હતો. તેના આ ઉમદા કાર્ય ખુશ થઈને હરિયાણા સરકારે તેને પોલીસમાં નોકરી આપી હતી. ક્રિકેટથી દૂર થયા બાદ તે હાલમાં હરિયાણામાં ડીએસપીની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે. હાલમાં જ જાગિન્દર શર્માના લોકડાઉનમાં લોકોની મદદ કરતા ફોટો સામે આવ્યા હતા.

મહેન્દ્રસિંહ ધોની
ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન અને બે વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી જીતાડનાર મહેન્દ્રસિંહ ધોનીના દુનિયામાં કરોડો ફેન્સ છે. કેપ્ટન કુલ તરીકે જાણીતા ધોનીની બેસ્ટ ફિનિસર્સ તરીકે ગણતરી થાય છે. ક્રિકેટમાં આવતા પહેલા ધોની ખડગપુર રેલ્વે સ્ટેશન પર ટિકિટ ક્લેકટરની નોકરી કરતો હતો. આ બાદ તેનું ટીમ ઇન્ડિયાના સિલેક્શન થઈ ગયું અને તે ક્રિકેટ રમવા લાગ્યો. જા કે ૨૦૧૧નો વર્લ્ડકપ જીત્યા બાદ ધોનીને ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ આપવામાં આવી.

સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના દેશ જ નહીં દુનિયામાં ઘણા ક્રિેકેટપ્રેમી ફેન્સ છે. ટીમ ઇન્ડિયામાં ૨૪ વર્ષ સુધી રમનારા સચિન તેંડુલકરના રેકોર્ડ આજે પણ અતૂટ છે. ક્રિકેટમાં ઘણીવાર સચિનની તુલના સર ડોન બ્રેડમેન સાથે કરવામાં આવે છે. સચિનને ‘માસ્ટર બ્લાસ્ટર’ નામ પણ અપાયું છે. ક્રિકેટમાં તેના યોગદાન બદલ સચિનને ૨૦૧૦માં ભારતીય એરફોર્સના ગ્રુપ કેપ્ટનની ઉપાધિ આપવામાં આવી હતી.

યજુર્વેન્દ્ર ચહલ 
ભારતીય ટીમના આ યુવા સ્પિનરે લિમિટેડ ક્રિકેટ ફોર્મેટમાં ઘણું નામ મેળવ્યું છે. આઈપીએલમાં આરસીબી તરફથી રમતા યજુર્વેન્દ્ર ચહલ ઘણા શાનદાર પ્રદર્શન કર્યા છે. પોતાની બોલિંગથી તે ક્રિસ ગેઈલ અને યુવરાજ સિંહ જેવા વિસ્ફોટક બેટ્‌સમેનોને પરેશાન કરે છે. જા કે ક્રિકેટની દુનિયામાં નામ કમાવ્યા બાદ તેની લોકપ્રિયતા બાદ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી તેને ઇન્કમટેક્ષ ઓફિસરની પોસ્ટ આપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.