Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો

સિવિલ હોસ્પિટલથી ફોન કરી દર્દીના પરિવારજનોને અપાશે તમામ જાણકારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને જાણકારી આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના પગલે દર્દીઓની  એડમીશનથી માંડીને ડિસ્ચાર્જ સુધીની સંપૂર્ણ માહિતી તેમના પરિવારજનોને મળી રહેશે,તેમસમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભની દેખરેખની કામગીરી-જવાબદારી જેમને સોંપાઇ છે તેવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સિવીલ હોસ્પિટલમાં કાર્યરત કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દર્દીની સઘળી માહિતી તેના પરિવારજનોને ફોન દ્વારા આપવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગના ૪૦જેટલા કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.  કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ક્યારેક ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. આવા સમયે તંત્ર દ્વારા એક આવકારદાયક આ પગલું ભરવામાં આવ્યું છે.

કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તૈયાર કરતા પૂર્વે કર્મચારીઓને વર્કશોપનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શક વર્કશોપમાં મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સેન્ટરમાં કામ કરનારા કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

ટ્રેનિંગ વર્કશોપ દરમિયાન  સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. મોદી ૧૨૦૦બેડ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.