Western Times News

Gujarati News

લોકડાઉન ૪.૦ માં દરેક નાગરિક સરકારી દિશાનિર્દેશોનું પાલન કરે

સરકારી દિશાનિર્દેશોમાં સમયાંતરે આવશ્યકતા જણાતા સુધારા કરવામાં આવશે -મહેસુલ મંત્રીશ્રીકૌશિક પટેલ

કન્ટેનમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટઝોન સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન અને પરામર્શ કર્યા બાદ નક્કી કરવામાં આવે છે

મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર , અભિયાન સાથે લોકડાઉન ૪.૦ની જાહેરાત કરવામાં આવી છે જેના અનુસંધાને આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેબિનેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી કેબિનેટ મીટીંગ વિશે જણાવતા મંત્રી શ્રી કૌશિક પટેલે કહ્યું કે રાજ્યમાં લોક ડાઉન ૪.૦ અમલી બન્યુ છે ત્યારે તમામ નાગરિકો સરકારી દિશાનિર્દેશોનું પાલન કરી સરકારને મદદરૂપ બને તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

તેઓએ જનતાને અપિલ કરતા કહ્યું કે, ધંધા રોજગાર માટે જયારે છુટ આપવામાં આવી છે ત્યારે, નાગરિકો સરકારી દિશાનિર્દેશોનું પાલન કરીને, લોક ડાઉન ૪.૦માં કાર્યરત બને.

મંત્રીશ્રી કૌશિક પટેલે અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાતના 66% કોરોના કેસ અમદાવાદમાં થઈ જવા પામ્યા છે ત્યારે અમદાવાદમાં જે ઝોન નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે દરેક અમદાવાદી સરકારી દિશાનિર્દેશોનું પાલન કરે. મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ સમગ્ર રાજ્યના કોરોના વોરિયર્સ પત્ની કર્તવ્યનિષ્ઠા ને બિરદાવી હતી.

મંત્રીશ્રીએ કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોન વિશે કહ્યું કે, રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જ ઝોન નક્કી કરવામાં આવે છે. સમયાંતરે આ ઝોન વિસ્તારમાં પરિવર્તન પણ કરવામાં આવશે. મીટીંગ પૂર્ણ થયા બાદ અમદાવાદના નારણપુરા વિસ્તારની વિજયનગર સ્કૂલ તરફથી મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

કેબિનેટ બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રી કે.કે. નિરાલા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.