Western Times News

Gujarati News

ર્સ્ટલિંગ, સાલ સહિત અમદાવાદની ૧૬ ખાનગી હાસ્પિટલને AMCની નોટિસ

અમદાવાદ, ૧૬મી મે, ૨૦૨૦ના રોજ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ અંતર્ગત કરવામાં આદેશનું પાલન નહીં કરવા બદલ તંત્ર તરફથી શહેરની ૧૬ જાણીતી હાસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્પોરેશન તરફથી આ હોસ્પિટલોને ૫૦ ટકા બેડ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું. તંત્રના આદેશ છતાં આ હોસ્પિટલોએ કોરોનાની દર્દીઓની સારવાર માટે બેડ ન ફાળવતા નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે.

આ મામલે કાંગ્રેસ પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તંત્રના આદેશ છતાં જો ખાનગી હોસ્પિટલો ગાંઠતી નથી ત્યારે આ હોસ્પિટલોને કોરોના તરફથી છાવરવામાં આવી રહી છે તેની તપાસ થવી જોઇએ. નોંધનીય કે જેમને નોટિસો પાઠવવામાં આવી છે તે હોસ્પિટલોને સરકાર તરફથી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જમીન દાનમાં આપવામાં આવી છે.

જે હોસ્પિટલને નોટિસ મળી છે તેમાં ર્સ્ટલિંગ હોસ્પિટલ,લાઇફ કેર હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, બોડી લાઇન હોસ્પિટલ, બોપલ સીં એન્ડ ટ્રોમા કેર,શ્રેય હોસ્પિટલ, સરસ્વતી હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, એસજીવીપી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ ,ગ્લોબલ હોસ્પિટલ, કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,સિંધુ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ ,મેડીલીંક હોસ્પિટલનો સમાવેશ થાય છે

કોર્પોરેશનની નોટિસ મામલે ર્સ્ટલિંગ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ નવિશા ગાંધીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કોવિડ માટે ૫૦ ટકા બેડ અનામત રાખવાનો આદેશ કરાયો હતો. અમે સિંધુ ભવન રોડ ખાતે આવેલા કેન્સર હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ આપી છે. મેમનગર ખાતેની હોસ્પિટલમાં કોઈ જ બેડ ફાળવવામાં આવી નથી.નોટિસ મામલે સાલ હોસ્પિટલના એજીએમ ઉમા બક્ષીએ કહ્યું હતું કે, આ મામલે મેનેજમેન્ટ તરફથી ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલ કોવિડ માટે કોઈ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

બીજી તરફ ઔડા તરફથી મેમનગર ખાતે આવેલી ર્સ્ટલિંગ હોસ્પિટલને શરત ભંગની નોટિસ મોકલવામાં આવી છે. ઔડા તરફથી ર્સ્ટલિંગ હોસ્પિટલને જમીન સંપાદન વખતે રાખવામાં આવેલી શરત ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે ઔડાએ હોસ્પિટલ પાસેથી શા માટે જમીન પરત ન લઈ લેવામાં આવે તે અંગેનો જવાબ ૨૨મી મે સુધી રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ર્સ્ટલિંગ હોસ્પિટલ જે જમીન પર ઉભી છે તે જમીન સરકારે ૯૦ વર્ષના ભાડા પટે આપી છે. આ મામલે શરૂઆતમાં ર્સ્ટલિંગના નવિશા ગાંધીએ ઔડા તરફથી કોઈ જ નોટિસ ન મળી હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં ખુલાસો આપતા જણાવ્યું હતું કે, અમે નિયમનો ભંગ નથી કર્યો. આ મામલે અણે ત્રણ દિવસમાં જવાબ રજૂ કરી દઇશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.