Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશેન દ્વારા પેરામેડિકલ સ્ટાફની નિમણૂંક

File

બાર કલાક કોવિડ હોÂસ્પટલમાં ડ્યૂટી કરવા સહિતની શરતો મૂકવામાં આવી ઃ ત્રણ માસના કરાર આધારિત નિમણૂંક આપી ફરજ પર હાજર થવા જણાવાયું

નવા ભરતી કરાયેલા હેલ્થ વર્કરોને માસિક ૧ર હજાર રૂપિયાનો પગાર ચૂકવાશે.
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારીને પગલે તાત્કાલીક પેરામેડીકલ સ્ટાફ અને મેડીકલ ઓફિસરોની ભરતી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. લાયકાતના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૮ જેટલા પેરામેડિકલ સ્ટાફને ૧ર કલાક કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેરમાં નોકરી અને ૧ર કલાક હોસ્પિટલ/કોવિડ કેર પ્રિમાઈસીસમાં રહેવાની શરત સાથે નિમણૂંક આપવામાં આવી છે. તમામને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા છે. પ્રતિ માસ રૂ. ર૦ હજારના પગાર પર ત્રણ માસના કરાર આધારિત નિમણૂંક આપતાં ત્રણ દિવસમાં કોર્પોરેશનની શરતોને આધીન હાજર થવાનું રહેશે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઓનલાઈન અરજીના આધારે નિયત લાયકાત મુજબના ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર જ નિમણૂંક આપી છે. હવે તેઓ ડોક્યુમેન્ટ સાથે આ તમામ ઉમેદવારોને બોલાવી પોÂસ્ટંગ આપશે. જા લાયકાત મુજબના ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહિં હોય તો પોસ્ટંગ નહીં આપવામાં આવે. ૧ર કલાક કોવિડ હોÂસ્પટલ/ કેર સેન્ટરમાં ડ્યુટી અને ૧ર કલાક પ્રિમાઈસીસમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

રાજ્યના આરોગ્ય તંત્રમાં તબીબો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની પણ અછત વર્તાય છે. હાલમાં કોરોના સંક્રમણની Âસ્થતિમાં કામગીરીમાં અનેકગણો વધારો થવાથી આરોગ્ય વિભાગે હવે ૮ મહાનગરપાલિકામાં ૩ હજાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ૩ હજાર ફીમેલ હેલ્થવર્કરની ભરતીનો નિર્ણય કર્યો છે. જા કે માત્ર ત્રણ મહિના માટે આઉટ સોર્સિંગ એજન્સી મારફતે આ ભરતી થશે. તમામ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર દ્વારા આ ભરતી કરવાની રહેશે. નવા ભરતી કરાયેલા હેલ્થ વર્કરોને માસિક ૧ર હજાર રૂપિયાનો પગાર ચૂકવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.