SBI લાઇફે કોવિડ-19 રાહત પ્રયાસોમાં સહભાગી થવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું
મુંબઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સે કોવિડ-19 સામે આ લડાઈમાં મોખરે રહીને અવિરતપણે કામ કરતાં હેલ્થકેર વર્કર્સનો આભાર માનવા નાગરિકોને પ્રોત્સાહન આપવા સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું હતું. ‘Protect Those Who Protect Us’(જે લોકો આપણું રક્ષણ કરે છે એમનું રક્ષણ કરીએ)નોઉદ્દેશ ધરાવતી WE CAN, WE WILL!(વી કેન, વી વિલ!)નું એક્ષ્ટેન્શનરૂપી આ પહેલ નાગરિકોને લોકડાઉનમાં ઘરમાં રહીને કોવિડ-19 રાહત પ્રયાસમાં સામેલ થવા નાગિરકોને વિશિષ્ટ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
રોગચાળા સામેની આ લડાઈમાં ‘Protect Those Who Protect Us’(જે લોકો આપણું રક્ષણ કરે છે એમનું રક્ષણ કરીએ) પહેલ માટે વ્યક્તિ www.sbilife.co.in/WeCanWeWillપર લોગિન થઈ શકે છે અને ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કરને સપોર્ટ કરવા પ્રોત્સાહક મેસેજ લખી શકે છે. યુઝર પસંદ કરેલા મેસેજને સબમિટ કરી શકે છે, ડાઉનલોડ કરી શકે છે અને #WeCanWeWill સાથે સોશિયલ મીડિયા પર એને શેર કરી શેક છે. યુઝર-જનરેટ સંદેશાઓ પીપીઇ કિટ્સ સાથે જોડી એને ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને આપવામાં આવી હતી.
આ પહેલ વિશે એસબીઆઈલાઇફઇન્સ્યોરન્સનાબ્રાન્ડએન્ડકોર્પોરેટકમ્યુનિકેશનનાંચીફશ્રીરવિન્દ્રશર્માએ કહ્યું હતું કે, “જ્યારે સંપૂર્ણ દેશમાં લોકડાઉન છે, ત્યારે ફ્રન્ટ-લાઇન હેલ્થકેર વર્કર્સ મુશ્કેલ સંજોગોમાં કામ કરી રહ્યાં છે અને કોવિડ-19ના પ્રસારને અટકાવવા લડી રહ્યાં છે. તેઓ વ્યક્તિગત સલામતીનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી રહ્યાં હોવાથી દેશ રોગચાળા સામે તેમની અવિરત પ્રતિબદ્ધતાને સલામ કરે છે.
હેલ્થકેર વર્કર્સ માટે લોકોના હૃદયમાં અપાર માન છે, જેને શબ્દોમાં બયાન કરી ન શકાય. લોકોની ફ્રન્ટ-લાઇન હેલ્થકેર વર્કર્સનો આભાર માનવાની લાગણીને માન આપીને ‘Protect Those Who Protect Us’(જે લોકો આપણું રક્ષણ કરે છે એમનું રક્ષણ કરીએ) પહેલ અતિ જરૂરી પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેમાં વ્યક્તિ તેમના ઘરેથી સલામતીપૂર્વક ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રોત્સાહનરૂપી શબ્દો મોકલી શકે છે. એસબીઆઈ લાઇફ ફ્રન્ટલાઇન હેલ્થવર્કરને આ સંદેશો પહોંચાડવાની સાથે ‘Protect Those Who Protect Us’(જે લોકો આપણું રક્ષણ કરે છે એમનું રક્ષણ કરીએ) ના સંદેશ સાથે પીપીઇ કિટ પણ પ્રદાન કરશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમને આશા છે કે, અમારા સોશિયલ મીડિયા અભિયાન‘Protect Those Who Protect Us’(જે લોકો આપણું રક્ષણ કરે છે એમનું રક્ષણ કરીએ) સંયુક્તપણે અમને એક દેશ તરીકે એકમંચ પર આવવામાં મદદરૂપ થશે અને આપણા ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સનો જુસ્સો વધારશે, જેઓ કોવિડ-19ના પ્રસારનું નિયંત્રણ કરવા સતત કામ કરે છે.”