કર્મચારીઓ પર મુસ્લીમ બિરદારોએ ફૂલોની વર્ષા કરી ઈદની ઉજવણી કરી
કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર ભરૂચ ૧૦૮ અને ૧૮૧ના કર્મચારીઓ પર મુસ્લીમ બિરદારોએ ફૂલોની વર્ષ કરી ઈદની ઉજવણી કરી.
(વિરલ રાણા, ભરૂચ), હાલ કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે અને આ સમયે પોતાના પરિવારોની ચિંતા કર્યા વિના ખડેપગે સેવા આપતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને ૧૮૧ અભિયમ તથા નર્સો મહામારી માં રાત દિવસ કામ કરી રહ્યા છે.ત્યારે પવિત્ર રમઝાન માસ નો તહેવાર હોય જેથી ઈદ ની ઉજવણી મુસ્લીમ બિરદારો એ પશ્ચિમ વિસ્તાર માં ખડેપગે સેવા આપનાર કર્મીઓ ઉપર ફૂલો ની વર્ષ કરી અલ્લાહતાલા ખડેપગે સેવા કરતા કર્મચારીઓ ને વધુ શક્તિ આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને વિવિધ વિસ્તારો માં મુસ્લીમ બિરદારો એ કર્મચારીઓનું ફૂલો થી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.