અમદાવાદ શહેરના અંતિમધામોમાં અંતિમવિધિ માટે વેઈટીંગ
થલતેજના સ્મશાનગૃહમાં એક જ દિવસમાં ૧પ વ્યક્તિના અગ્નિસંસ્કાર – મૃતદેહોને ડેડબોડી વાનમાં મુકી રાખવાની ફરજ પડી રહી છે
અમદાવાદ, કોરોનાના કેસોની સંખ્યામાં સમગ્ર ભારત દેશમાં આજે ગુજરાત ત્રીજા સ્થાને છે અને રોજેરોજ કોરોનાના કેસોની સંખ્યામાં અસહ્ય વધારો થઈ રહ્યો છે આ પરિÂસ્થતિમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાની Âસ્થતિ ખૂબ જ ભયાનક Âસ્થતિ ધારણ કરી રહી છે. દેશભરમાં મુંબઈ બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરભરમાં અસહ્ય ગરમીનું મોજુ પણ ફરી વળ્યું છે.
કોરોનાના કેસોમાં દિલ્હી કરતા ગુજરાતનો મૃત્યુ દર ત્રણ ગણો વધુ છે. આ ઉપરાંત અસહ્ય ગરમીના કારણે અમદાવાદ શહેરમાં મૃત્યુદર વધી રહ્યો છે. શહેરના થલતેજ સ્મશાન ગૃહમાં એક જ દિવસમાં ૧પ વ્યક્તિના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સામાન્ય સંજાગોમાં આ સ્મશાન ગૃહમાં એક મહિનામાં ૧૮૦ વ્યક્તિના અંતિમ સંસ્કાર થતા હોય છે પરંતુ ચાલુ મહિનાના ર૬ દિવસમાં ૩પ૦ વ્યક્તિની અંતિમ વિધિ કરવામાં આવી છે. મૃત્યુદર વધવા લાગતા અંતિમ ધામોમાં લાઈનમાં ઉભું રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની Âસ્થતિ બેકાબૂ બની ગઈ છે. તેમાંય લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવતા કોરોનાના કેસોની સંખ્યા ચિતાજનક રીતે વધવા લાગી છે. અને આગામી દિવસોમાં આ પરિÂસ્થતિ ખૂબ જ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત સેવાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર કોરોનાનું હબ બની ગયું છે. સમગ્ર ગુજરાતના અડધા ઉપરાંત કેસો માત્ર અમદાવાદમાં નોંધાયા છે
અને હજુ પણ રોજ સરેરાશ ર૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે જેના પરિણામે મૃત્યુદર પણ વધી ગયો છે. રાજ્ય સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે અનેક પગલા ભર્યા છે પરંતુ તેમાં સફળતા મળતી નથી. જેના પરિણામે આજે અમદાવાદ શહેરમાં સ્મશાગૃહોની અંદર અંતિમવિધિ માટે રાહ જાવી પડે છે.
ગત વર્ષે મે મહિનામાં રપ૦૪ લોકોના અંતિમ સંસ્કાર થયા હતા જે આ મે મહિનામાં ૪ર૩૬ થયા છે. કોરોના અને લોકડાઉનને કારણે અમદાવાદ શહેરમાં અગાઉ કરતા મૃત્યુની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે. શહેરના કબ્રસ્તાન અને સ્મશાન ગૃહમાં પહેલા કરતા વધુ ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે આવી રહી છે. એટલું જ નહીં પણ કેટલાક સ્મશાન ગૃહમાં તો અÂગ્નસંસ્કાર માટે રાહ જાવી પડે તેવી Âસ્થતિ ઉભી થઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના કારણે થતા મોત એટલા હદે વધ્યા છે કે, વિશ્વમાં તેની નોંધ લેવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર ભલે કોરોનાના દર્દીઓ અને મોતના આંકડા સાથે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરે, પરંતુ શહેરના સ્મશાનગૃહ અને કબ્રસ્તાનની રહેલી પરિÂસ્થતિ વાસ્તવિક ચિતાર રજૂ કરે છે.
શહેરના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે આવતા લોકોની સંખ્યા વધી છે. તો સાથે સાથે સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કારનું પ્રમાણ વધુ છે. આટલું ઓછું હોય તેમ સ્મશાન ગૃહમાં ડેડ બોડીના અગ્નિંસંસ્કાર થાય તે માટે રાહ જાવી પડે છે. કારણ કે, આગળ અન્ય મૃતદેહોના અંતિમ ક્રિયાની વિધિ ચાલતી હોય છે. થલતેજ ખાતે આવેલા સ્મશાન ગૃહની વાત કરીએ તો અહી મોટા ભાગે વેઈટિંગ હોય છે. મંગળવારે કોરોનાથી મોત થયેલા ૩ વ્યÂક્તના મૃતદેહો એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો સ્મશાનની બહાર અંતિમવિધિ માટે તેમનો નંબર આવે તેની રાહ જાઈને બેઠા હતા.
સીએનજી સ્મશાન ગૃહમાં એક ડેડબોડીને બળતા એકથી દોઢ કલાક જેટલો સમય જાય છે થલતેજ સ્મશાનના નોંધણી કરનાર કર્મચારી સ્વીકારી રહ્યાં છે કે, બે-ત્રણ મહિનાથી અંતિમ સંસ્કાર માટે આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા રોજની પાંચથી દસ બોડી આવતી હતી. જ્યારે હવે ૧પ થી ર૦ બોડી આવે છે. કોર્પોરેશનના ચોપડે થયેલા નોંધણીમાં પણ આ બાબત સામે આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોતના આંકડા વધુ છે જે શહેરની પરિÂસ્થતિનો ચિતાર આપે છે.