Western Times News

Gujarati News

દિલ્હી કરતા ગુજરાતનો કોરોનાનો મૃત્યુદર ત્રણ ગણો

લોકડાઉનમાં અપાયેલી છુટછાટોના પગલે કોરોનાના કેસો વધ્યા ઃ અમદાવાદ કોરોનાના કેસોનું મુખ્ય હબ બન્યું ઃ આગામી દિવસોમાં પરિÂસ્થતિ વધુ વિકટ બનવાની દહેશત
અમદાવાદ, દેશભરમાં કોરોનાનો આતંક દિવસે ને દિવસે વધવા લાગ્યો છે. દેશભરમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાત રાજ્યમાં કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિસ્ફોટક બની ગઈ છે. આ પરિÂસ્થતિમાં પણ ગુજરાતમાં લોકડાઉનની અંદર છૂટછાટો આપવા આવતા પરિÂસ્થતિ વધુ વણસવા લાગી છે. લોકડાઉનમાં છુટછાટો અપાયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે દિલ્હી કરતા ગુજરાતમાં મૃત્યુ દર ત્રણ ગણો થઈ ગયો છે. આમ ગુજરાતમાં અપાયેલી છુટછાટો સરકારને અને નાગરિકોને ભારે પડી શકે તેમ છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે. પણ મૃત્યુદરને લઈને સરકારનું મૌન યથાવત રહ્યું છે. આજે પણ ગુજરાતમાં વધુ ૩૬૧ કેસો નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૧૪૮ર૯ કેસો નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા ર૪ કલાકમાં જ રાજ્યમાં કોરોના વધુ ર૭ દર્દીઓને ભરખી ગયો હતો જેના કારણે મૃત્યુઆંક વધીને ૯૧પ સુધી પહોંચ્યો છે.

ગુજરાતમાં લોકડાઉનમાં રાજ્ય સરકારે છુટછાટ આપતા કોરોનાના કેસોમા ઉછાળો થયો છે. શહેરમાં જ નહીં પણ હવે ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે. કેમ કે લોકડાઉનમાં રાહત મળતાં જ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાંથી લોકોએ વતન તરફ દોટ મૂકી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ય કોરોનાના કેસોમાં વધારો થયો છે પરિણામે રાજ્ય સરકારે સરપંચ અને તલાટીઓને બહારગામથી આવતાં લોકો પર નજર રાખવા આદેશ કર્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં નવા ૩૬૧ કેસો નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં રપ૧ કેસો નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં ય હવે કોરોના પેટર્ન બદલાઈ છે. પૂર્વ વિસ્તારની સાથે સાથે હવે નદીપાર વેજલપુર, નવા વાડજ સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ કેસોનો આંક વધીને ૧૦૮૪૧ થયો છે. રાજ્યમા એÂક્ટવ કેસોની સંખ્યા ૬૭૭૭ છે.

અમદાવાદ ઉપરાંત સુરતમાં ૩૬, વડોદરા ૩૧, સાબરકાંઠામાં ૮, ગાંધીનગરમાં ૭, જામનગરમાં પ, બનાસકાંઠામાં ૩, મહિસાગરમાં ૩, વલસાડમા ૩, ભાવનગરમાં ર, અરવલ્લીમાં ર, કચ્છમાં ર, નવસારીમાં ર, જૂનાગઢમા ૧, મહેસાણામાં ૧, પંચમહાલમાં ૧, અમરેલીમાં ૧, પાટણમાં ૧ અને રાજકોટમાં ૧ એમ કુલ મળીને ૩૬૧ કેસો નોંધાયા હતા. જા કે રાહતના સમાચાર એ છે કે ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી.

લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે કેમ કે છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતના ર૦ જીલ્લામાં કોરોનાના કેસો નોંધાયા હતા. આ પરથી સાબિત થાય છે કે રાજ્યમાં કોરોના ગુજરાતમાં પ્રસરી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર એવું બન્યું કે, એક જ દિવસમાં પ૦૩ લોકોને હોÂસ્પટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગનો દાવો છે કે ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો રેટ ૪૦.૮૯થી વધીને હવે ૪૮.૧૩ ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૧૩૭ લોકો કોરોનાને મહાત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે. ગુજરાતનમાં કોરોનાનો મોતનો સિલસિલો હજીય બરકરાર રહ્યો છે. દિલ્હી કરતા ગુજરાતનો મુત્યુદર ત્રણ ગણો વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.