લોકડાઉન પછી સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાના નિયમો સાથે પરીક્ષાઓ યોજવા TCS iON સાથે પરીક્ષા કેન્દ્રો સજ્જ
મુંબઈ, આંતરરાષ્ટ્રીય સ્તરની આઇટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) (BSE: 532540, NSE: TCS)નું સ્ટ્રેટેજિંક યુનિટ TCS iON™અગ્રણી મેડિકલ અને જાહેર આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરવા સોશિયલ ડિસ્ટન્સ્ડ એસેસ્સમેન્ટ્સ (SD-Assessments™) નામની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની જાહેરાત કરી છે. એનાથી એને લોકડાઉન પછીના તબક્કામાં ભરતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ઇન-સેન્ટર મૂલ્યાંકન પ્રક્રિયા સુરક્ષિત અને પ્રમાણિત રીતે હાથ ધરવામાં મદદ મળશે.
આ રોગચાળાથી પરીક્ષાના આયોજનમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા અને યુવાનો રોજગારી મેળવવા પરીક્ષાની પ્રક્રિયા શરૂ થાય એ માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ઉપરાંત ઇન-સેન્ટર પરીક્ષાઓ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને વિશ્વસનિય કમ્પ્યુટ ડિવાઇઝ ધરાવતા નથી અથવા ઓનલાઇન એક્ઝામ આપવા પર્યાપ્ત બેન્ડવિડ્થ ધરાવતા નથી.
લોકડાઉનના નિયમો અને લોકોની અવરજવરની ધીમી શરૂઆત સાથે TCSએ વ્યક્તિગત પરીક્ષાઓ હાથ ધરવા માટે નિયમોનો કડક સેટ નિર્ધારિત કર્યો છે. SD-Assessmentsના નિયમોનું પાલન પરીક્ષા અગાઉ, દરમિયાન અને પછી કરવું પડશે, જેથી સુનિશ્ચિત થાય છે કે જરૂરી સાવચેતીઓ, સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. એનાથી TCS iONના કેન્દ્રોમાં ઇન-સેન્ટર પરીક્ષાઓ સરળતાપૂર્વક અને સલામતી સાથે યોજાશે એવું સુનિશ્ચિત થશે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PHFI)ના પરીક્ષાના વિભાગમાંથી આરોગ્ય નિષ્ણાતો પાસેથી આવશ્યક ઇનપુટ સાથે ઇન-સેન્ટર એક્ઝામ મોટા પાયે હાથ ધરવાના TCSના બહોળા અનુભવને આધારે SD-Assessments નિયમો બનાવવામાં આવ્યાં છે. કેટલાંક મુખ્ય નિયમો નીચે મુજબ છેઃ
- પરીક્ષા સ્થળે તબક્કાવાર, સંપર્ક-મુક્ત પ્રવેશ
- આરોગ્ય સેતુ એપ સ્ટેટ્સ વેરિફિકેશન સાથે ચિહ્નોની ચકાસણી
- પરીક્ષાખંડમાં પ્રવેશ અગાઉ સેનિટાઇઝેશન
- ટચ-ફ્રી સીક્યોરિટી ચેક્સ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને રજીસ્ટ્રેશન
- પરીક્ષા અગાઉ, દરમિયાન અને પછી દખલગીરી ન કરે એવી, સંપર્કમુક્ત આઇડેન્ટિટી વેરિફિકેશન
- ઉમેદવારો અને પરીક્ષાના સ્ટાફ માટે સ્વચ્છતાના નિયમોનાં એકથી વધારે સ્તરો
- હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોની સ્વીકાર્યતા
TCS iONના ગ્લોબલ હેડ વેંગુસ્વામી રામાસ્વામીએ કહ્યું હતું કે, “પરીક્ષા હાથ ધરવા માટેની ઓથોરિટીઝ મૂલ્યાંકન પ્રક્રિયા ફરી હાથ ધરવા આતુર છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને આ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ લોકોની સલામતીને લઈને ચિંતિત છે. અમે AIIMS અને PHFIમાંથી આરોગ્ય નિષ્ણાતોના આભારી છીએ, જેમણે તમામ જરૂરી કડક પ્રક્રિયા અને સારસંભાળ સાથે સોશિયલ ડિસ્ટન્સ્ડ આકારણી હાથ ધરવાની અમારી પ્રક્રિયામાં કિંમતી ઇનપુટ આપ્યાં છે.”