૧ જૂનથી મંદિરોના કપાટ ખુલશે
નવીદિલ્હી, કોરોના સંક્રમણને કારણે ૨૫મેથી દેશભરના તમામ મંદિરો બંધ રાખવાના નર્દેશ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીને જોતા મંદિરના કપાટ બે મહનાથી બંધ છે. ભક્ત ભગવાનના દર્શન માટે તરસી ગયા છે. પરંતુ જલદી જ તેમની આ પ્રતિક્ષા પૂરી થનાર છે. કર્ણાટક સરકારે મંદિરોના કપાટ ખોલવાનો ફેસલો લીધો છે. ૧ જૂન ૨૦૨૦થી કર્ણાટકના મંદિરો ખોલવાનો ફેસલો લેવામાં આવ્યો છે. ૧ જૂનથી કર્ણાટકના ૩૫ હજારથી વધુ મંદિરોના કપાટ ખોલી દેવામાં આશે.
મંદિરોને ભક્તો માટે ખોલવામાં આવશે. કર્ણાટક સરકારે મોટો ફેસલો લેતા ૧ જૂનથી મંદિરો અને પૂજા સ્થળોને ખોલવાનું એલાન કર્યું છે. જો કે આના માટે જલદીજ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. મંદિરોમાં લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. રાજ્યના મંત્રી કોટા શ્રીનિવાસ પુજારીએ જાણકારી આપતા કહયું કે કર્ણાટક સરકારે ૧ જૂનથી મંદિર ખોલવાનો ફેસલો લીધો છે. આને લઈ જલદી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આશે.
લોકોએ ઓસઓપીનું પાલન કરવું પડશે.કર્ણાટકના ૫૨ મંદિરમાં ઓનલાઈન સેવા બુકિંગ શરૂ થઈ જશે. જ્યારે ૩૧ મે સુધી મંદિરો ખોલવાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવશે. મંદિરોના પૂજારી અને ભક્તો બંને મંદિર ખોલવાની માંગ કરી રહ્યા હતા, જે બાદ સરકારે આ ફેસલો લીધો છે.