Western Times News

Gujarati News

ભારત-ચીન વિવાદ પર મધ્યસ્થતા માટે અમેરિકા તૈયાર છેઃ ટ્રમ્પ

નવીદિલ્હી, છેલ્લા ઘણા દિવસોથી ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર વિવાદ વધી ગયો છે. જેને લઇને ગઇ કાલે એટલે કે મંગળવારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યુ છે. જે પછી બન્ને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે. જે બાદથી આપણા દેશનાં દિગ્ગજ નેતાઓ સેના સાથે સતત સંપર્કમાં બની રહ્યા છે. આ વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી વાત કરી દીધી છે જે તેમના માનસિક સ્થિતિનું સ્પષ્ટ વર્ણન કરી રહી છે.

તેમણે એક ટ્‌વીટ કર્યુ છે જેમા તેમણે બન્ને દેશો ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર મધ્યસ્થ બનવાની વાત કરી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ૨ મહિનાથી અમેરિકાની સ્થિતિ કોરોના વાયરસનાં કારણે ખરાબ બની છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર ચીન પર કોરોના મહામારી ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વચ્ચે ભારત અને ચીન વિવાદમાં અચાનક કૂદીને કહેવુ કે હુ મધ્યસ્થી કરવા તૈયાર છુ, ત્યા

રે સમજી શકાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ક્યારે શું બોલવુ અને શું કરવુ તેની કોઇ સમજ ધરાવતા નથી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્‌વીટમાં લખ્યુ કે, ‘અમે ભારત અને ચીન બંનેને જાણ કરી દીધી છે, જો તેઓ ઇચ્છે તો અમેરિકા સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવા તૈયાર છે.’ ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતથી, લદ્દાખમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ચીન તરફથી સંખ્યાબંધ સૈનિકો અને બેઝ બનાવવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત પણ સંપૂર્ણ રીતે તૈયાર દેખાઇ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.