લોકડાઉન હળવું થતા જ ચોરોની ગેંગ સક્રિય, ઈદ મનાવા ગયેલા પરિવારનું ઘર સાફ કર્યુ
અમદાવાદ, અમદાવાદ માં એક ખેડૂત ને ઈદ ની ઉજવણી ભારે પડી ગઈ છે. ઈદ ઉજવવા માટે તે ખુશી ખુશી પરિવાર સાથે પોતાના ગામડે ગયા હતા પરંતુ ત્યા ફોન આવતા તે દુવિધામાં પડી ગયા હતા. વાત કંઈ એમ છે કે ફરિયાદી ઈદ ની ઉજવણી કરવા ગયા અને તેમના ઘર માં થી ૨.૧૫ લાખ ના મુદ્દામાલ ની ચોરી થઈ ગઈ અને તસ્કરો હાથ સાફ કરી ફરાર થઈ ગયા.
આ સમગ્ર મામલે પોલીસ માં ફરિયાદ પણ કરવા માં આવી છે અને પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે..
ફરિયાદી ખેતી વાળી નું કામ કરે છે અને સાથો સાથ જમીન લે-વેચ નું પણ કામ કરે છે.૨૩ મે ના રોજ ફરિયાદી પોતાના ગામડે સાણંદ ગયા હતા અને જયાં ઈદ ની ઉજવણી કરવા તેમના સગા અને અન્ય લોકો પણ ગયા હતા.ત્યારે આ ઘટના બની હતી.
૨૬ મે ના રોજ તેમની પાડોશી ફોન કરી ને પૂછ્યું કે તમે પરત આવી ગયા છો તેમને ના પાડી જેથી પાડોશ માં રહેતા વ્યક્તિએ કહયુ કે તમારું ઘર ખુલ્લું છે જેથી તે પરત ઘરે આવ્યા અને ઘરે આવી જોયું તો ઘર માં સમાન અસ્ત વ્યસ્ત હતું જેથી તેમને આ મામલે પોતાના ગામડે પોતાની પત્ની ને બતાવ્યું જેથી તેમની પત્ની પણ આવી અને જોયું તો ઘર માં થી ૨.૧૫ લાખ ના મુદ્દામાલ ની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.