Western Times News

Gujarati News

આરોગ્ય સેતુ એપ્લિકેશન હવે ઓપન સોર્સ છે

કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે પ્રયાસો વધારવાના ભાગરૂપે 2 એપ્રિલ 2020ના રોજ ભારતમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય બ્લુટુથ આધારિત સંપર્ક ટ્રેસિંગ, સંભવિત હોટસ્પોટ્સનું મેપિંગ અને કોવિડ-19 સંબંધિત માહિતીનો પ્રસાર કરવાનો છે. 26 મેના રોજની સ્થિતિ અનુસાર આ એપ્લિકેશનના 11.4 કરોડ વપરાશકર્તા છે જે દુનિયામાં સંપર્ક ટ્રેસિંગની બીજી કોઇપણ એપ્લિકેશન કરતા વધુ છે.

આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, iOS અને KaiOS પ્લેટફોર્મ પર 12 ભાષામાં ઉપલબ્ધ છે. આ આરોગ્ય સેતુ એપ્લિકેશનના મુખ્ય આધારસ્તંભ પારદર્શકતા, ગોપનીયતા અને સુરક્ષા છે. ઓપન સોર્સ સોફ્ટવેર માટે ભારતની નીતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેતુ એપ્લિકેશનનો સોર્સ કોડ હવે ઓપન સોર્સ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન માટે એન્ડ્રોઇડ સંસ્કરણનો સોર્સ કોડ હવે સમીક્ષા અને જોડાણ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનું iOS સંસ્કરણ આગામી બે અઠવાડિયામાં ઓપન સોર્સ તરીકે ઉપલબ્ધ થઇ જશે અને તે પછી સર્વર કોડ બહાર પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.