મોડાસા ડીપ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનના વાલ્વમાં લીકેજ : “ ઉનાળે ચોમાસા જેવો માહોલ ”
ત્યારે મોડાસાના ડીપ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનના વાલ્વમાં લીકેજ થતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો લીકેજ પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને વટેમાર્ગુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.
મોડાસામાં પાણી નો વેડફાટ થતો સામે આવ્યો છે શહેરના ડીપ વિસ્તાર થી સિદ્ધિ વિનાયક મંદિર તરફ જવાના માર્ગ ઉપર આવેલ પાલિકાની પાઇપ લાઇન ના વાલ્વ માં લીકેજ સર્જતાં પાણીના જથ્થાનો મોટા પ્રમાણમાં વ્યય થયો હતો.વાલ્વ લીકેજ થતા રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળ્યું હતું.જેને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.પાણી ના વેડફાટ ને કારણે માર્ગ ઉપર જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.ડીપ વિસ્તારમાં છાસવારે પીવાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતું હોવાનું અને મરામત કરવામાં તંત્ર આળશ દાખવતું હોવાનો સ્થાનિકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.