કપડવંજ બ્લડ બેંકના કોરોના વોરીયર્સ ટીમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા
કપડવંજ બ્લડબેંક ના કોરોના વૉરીયર્સને બિરદાવવા સતત લોકડાઉન અને કોરોના વાયરસ ને ફેલાવેલ ભય અને અફરાતફરી ના માહોલમાં કપડવંજ આસપાસના પચાસ કિ.મી. ના વિસ્તારના થેલેસેમિયા હિમોફિલિયા તથા સિકલસેલ એનિમીયા જેવી ગંભીર બીમારીઓ ના દર્દીઓ અને શહેરની હોસ્પિટલમાં થતી રુટીન સર્જરીમાં જરૂરી બ્લડનો પુરવઠો જળવાઇ રહે
તથા લોકોને તકલીફોનો સામનો ન કરવો પડે તે માટે સતત જીવના જોખમ વચ્ચે ઝઝુમતા રહી કુલ ૧૩ જેટલા કેમ્પો કરી ૩૦૦ થી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાની મુશ્કેલ કામગીરી કરનાર કપડવંજ બ્લડ બેન્ક ના કોરોના વોરીયર્સ શ્રી રાહુલભાઈ પરમાર તથા તેમની ટીમને શાલ ઓઢાડી સન્માનિત કરી કપડવંજ શહેર ભાજપા દ્વારા સામાજિક અદા કરાઈ જે પ્રસંગે આ કોરોના વોરીયર્સ ને બિરદાવવા ખેડા જિલ્લા ભા.જ.પા મહામંત્રી ગોપાલભાઈ શાહ, દશરથભાઈ પટેલ અને મંત્રી વિવેક પટેલ તથા કપડવંજ શહેર પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ મહામંત્રી સુરેશભાઈ પારેખ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)