Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧૭૨ સગર્ભા થકી ૪૪ બાળક કોરોનાગ્રસ્ત

અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. અમદાવાદમાં ૧૭૨ જેટલી કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓએ ૪૪ બાળકોનો કોરોનાનું સંક્રમણ આપ્યુ છે. ગુજરાતમાં ૪ લોકડાઉન છતાં આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકો કોરોના પોઝિટિવ આવતા હેલ્થ વિભાગ અને સરકારના કામ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે..

ત્યારે હવે નવજાત બાળકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની સિવિલ, એસવીપી, સોલા, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ૧૭૨ જેટલી કોરોનાગ્રસ્ત મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. ૧૭૨ કોરોનાગ્રસ્ત મહિલાઓમાંથી ૪૪ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.વધુમાં વધુ મહિલાઓ ૨૦થી ૩૦ વર્ષની ઉમરની છે. જેમાં કોઈ પણ બિમારી જોવા મળી નથી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર દરમિયાન ૨ મહિનામાં ૯૦ મહિલાઓની ડિલીવરી થઈ છે.

જેમાંથી ૩૦ ટકાથી ઓછા કેસમાં બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એસવીપી હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે ૭૦ જેટલી મહિલાઓની ડિલીવરી થઈ. જેમાંથી ૧૫ ટકા જેટલી મહિલાઓના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ તમામ મહિલાઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે ૧૨ મહિલાઓની ડિલીવરી થઈ. આ હોસ્પિટલમાં એક પણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.