નિયમોનો ભંગ- સરકારી હોસ્પિટલનાં MBBSને માત્ર કોરોનાની જ ડ્યૂટી
અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની જ સારવાર કરી રહ્યાં છે. સિનિયર ડોકટરો ફરજમાંથી ગુલ્લી મારી રહ્યાં છે. આથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં તમામ નિયમોનો ભંગ કરીને આ MBBS ડોકટરોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવાને બદલે માત્ર કોરોનાની ડ્યુટી સોંપાઈ છે.
સામાન્ય રીતે MBBS પૂર્ણ થયા બાદ આવા ડોકટરને જુદા જુદા વિભાગોમાં મૂકવાનાં હોય છે. જેથી તેઓ જે તે વિભાગનું બેઝિક નોલેજ અને અનુભવ મેળવી શકે. ઉપરાંત કોરોના સંક્રમિત રોગ હોવાથી ગાઈડલાઈન પ્રમાણે ૭ દિવસની ડ્યુટી બાદ ૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિયમ છે. પરંતુ કોઈ જ નિયમોનું પાલન થતુ નથી. સતત ત્રણ મહિનાથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા આવા ઈન્ટર્નશીપ MBBS ડોકટરોને કોરોનાનો ચેપ લાગવાની પૂરી ભીતિ છે.
કેટલાક ઈન્ટર્નઅીપ ડોક્ટરોને કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓને ક્વોરન્ટાઈન કરાતા નથી. જ્યારે એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજના તેમજ એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજમાં તેમજ હોÂસ્પટલમાં નોકરી કરતા ડોકટરોને દર ૧૦ દિવસે ડ્યુટી બદલીને રોટેશન કરીને બેવડી નીતિ રાખવામાં આવે છે. ડોકટરોમાં જે રીતે ડ્યુટી ગોઠવવામાં ભેદભાવ રાખવામા આવે છે એ જ પ્રમાણે ઈન્ટર્નશીપ MBBS ડોક્ટરો સાથે પણ અન્યાય કરાઈ રહ્યો છે. કેમ કે પોતાના સગાસંબંધી હોય એવા ડોકટરોને કોરોનાની ડ્યુટી અપાતી નથી. આ સ્થિતિને કારણે ભવિષ્યમાં જે ડોકટરોને વિદેશમાં જવું હશે તેઓ તેમના ટ્રાન્સસ્ક્રીપ્ટ સર્ટિફિકેટમાં જે તે વિષયના અનુભવોને લખી શકશે નહીં.