લીટલ જાયન્ટસ ઈન્ટર-સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટમાં અમદાવાદની 32 ટીમ સામેલ થઈ

Asia English School
અમદાવાદ, લીટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટનો અમદાવાદમાં રવિવારેપ્રારંભ થયો ત્યારે તેમાં કબ્બડીના સેંકડો યુવા ચાહકોએ કબ્બડી કબ્બડીના નારા સાથે મેદાનને ગજવી મૂક્યું હતું.

અમદાવાદમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં 32 શાળાઓ સામેલ થઈ હતી અને યુવા ખેલાડીઓએ પરસ્પરની ટીમ સાથે સ્પર્ધા કરીને પોતાનું કૌવત દર્શાવ્યું હતું. એશિયા ઇંગ્લિશ સ્કૂલ, જીઇએમએસ જિનેસિસ ઇન્ટરનેશનલ સ્કુલ, હિરામણી સ્કૂલ, અને રચાના સ્કૂલ–આ ચાર શાળાઓનીટીમ વિજેતા નિવડી હતી અને આ ચારટીમ ફાયનલમાં 12 જુલાઈના રોજ લીગ મેચમાં 3 શહેરોમાંથી આવેલી ટીમ્સ સાથે ટકરાશે. ઈન્ટરસ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટમાં વિજેતા નિવડેલી ટીમને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ ટીમને મળવાનો લ્હાવો પ્રાપ્ત થશે.

