Western Times News

Gujarati News

નચિકેતાની નાચિકેતવૃત્તિ સામે યમનો પણ પરાજય થયો

વાજશ્રવસ નામનો ઉપનિષદોના તત્વોનો જાણકાર એક બ્રાહ્મણ હતો. અનેક આપત્તિઓના સામનો કરીને એણે ઘણું ધન એકત્ર કર્યું હતું. કોઈ દરિદ્ર બ્રાહ્મણ જેવી એની સ્થિતિ રહી ન હતી. એ હવે શ્રીમંત બન્યો હતો.

આ વાજશ્રવસને એક જ સંતાન હતું. એનું નામ નચિકેતા. એ નાનપણથી વૈભવમાં ઉછર્યો હતો. એક દિવસ તેણે પિતાને પૂછયુંઃ ‘પિતાજી ! આ બધો વૈભવ શા માટે ?’

પિતાએ કહ્યુંઃ ‘ બેટા ! આ બધો વૈભવ તારા માટે છે. આ જે કાંઈમે એકત્ર કર્યું છે એ તારા માટે જ છે ને ? અમે તો હવે ઘરડાં થયાં છીએ, પરંતુ તું મોટો થઈને સુખેથી રહે, એટલે આ બધું ભેગું કર્યું છે.’
નચિકેતા નાનપણથી જ તેજસ્વી હતો. પિતાની સાથે એ ફર્યો હતો. પિતાની વાણી એણે સાંભળી હતી. એણે પિતાને પૂછયુંઃ ‘પિતાજી ! તમે તો પ્રવચનોમાં કહેતા હતા કે સિંહ પોતાનું ભક્ષ જાતે જ શોધી લે છે.

અને ગઈકાલનું ભેગું કરેલું તે બીજે દિવસે ખાતો નથી. તો પછી તમારા જેવા સિંહનો હું પુત્ર છું. અને હું જ તમારું એકઠું કરેલું કેમ ભોગવું ? આજે રોટલો મળ્યો તેમાંથી થોડો અને હું જ તમારું એકઠું કરેલું કેમ ભોગવું ?

આજે રોટલો મળ્યો તેમાંથી થોડો કરડી બાકીનો પુત્ર માટે ભેગો કર્યા કરવો એ સિંહની વૃત્તિ નથી, પણ કૂતરાનું જીવન છે. કૂતરા જેવા મનુષ્યો જ આવું કરે. જેમ કૂતરો અડધો રોટલો છુપાવે, અડધો રોટલો એકાદ અંધારા ખૂણામાં જઈ ખાય એમ તમે પણ એ રીતે જ અડધો રોટલો એકાદ અંધારા ખુણામાં જઈ ખાય એમ તમે પણ એ રીતે જ જીવવા માગો છો ? એવું જીવવાનું હું પસંદ કરતો નથી.’

વાજશ્રવસ ઉપનિષદનો જ્ઞાતા હતો. એ પોતાના પુત્રનો ઈશારો સમજી ગયો અને એક સવારે વાજશ્રવસ પોતાના ઘરમાં ઓટલે બેસી સર્વ દક્ષીણાદાન આપતો ગયો. તે સર્વસ્વ આપી ચુકયો હતો. દુધ આપતી ગાયો આપી દીધા પછી વસુકી ગયેલી ગાયો પણ દાનમાં આપવા લાગ્યો. નચિકેતા ત્યાં રમતો રમતો આવી પહોંચ્યો. એને ખબર ન હતી કે, પિતાએ બધું દાનમાં આપી દીધું છે. અને હવે વસુકી ગયેલી ગાયો સિવાય તેની પાસે આપવા કશું જ બાકી રહ્યું ન હતું. પિતા ઉપરના પ્રેમને લીધે તેમને અવગતિમાંથી ઉગારવાની ગણતરીએ તેણે પૂછયુંઃ ‘પિતાજી ! આવી ગાયો તમે દાનમાં આપો છો, તો પછી મને કોને દાનમાં આપશો ?’ પિતાની અવગતી અટકાવવા. જ નચિકેતાએ આવો બાલિશ પ્રશ્ન પુછયો હતો.

આવા વિચિત્ર પ્રશ્નથી વાજશ્રવસ થોડાં મુંઝાયા, પણ ઉતાવળમાં બોલી બેઠાઃ ‘તને યમને આપ્યો.’ અને નચિકેતાએ યમલોક તરફ પ્રયાણ કર્યું વચ્ચે યમદૂતો મળ્યા. તો પૂછયું ‘મારે યમને મળવું છે. તે કયાં મળશે ? યમરાજને શોધનાર આ બાળકને જાઈને યમદૂતોને નવાઈ લાગી.

જગતનાં બધાં પ્રાણીઓ યમરાજની પાસે જતા ડરે જ, જયારે આ તો સામે ચાલીને જાય છે. અંતે નચિકેતાએ યમરાજનું ભવન શોધી કાઢયું. યમરાજનું દ્વાર ખખડાવતાં યમરાજનાં પત્નીએ બારણું ખોલ્યું. એની શોધી કાઢયું. યમરાજનું દ્વાર ખખડાવતાં યમરાજનું પત્નીએ બારણું ખુલ્યું એની જીંદગીમાં આ પહેલો જ અનુભવ હતો. જયારે કોઈ મૃત્યુલોકમાં માનવી છાતી ઉચી કરીને યમને શોધતો આવ્યો હોય. ‘યમરાજ ઘરમાં નથી, ત્રણ દિવસ પછી આવશે ત્યારે મળશે’એમ કહી યમમાં પત્નીએ દ્વાર બંધ કર્યા.

ત્રણ દિવસ સુધી નચિકેતા યમના ઘરની બહાર અડ્ડો જમાવીને ખાધા પીધા વિના બેસી રહયો. યમરાજ આવતાં સર્વ વાત તેમના જાણવામાં આવી.

એમણે નચિકેતાને પૂછયુંઃ અહી આવવાનું પ્રયોજન શુંછે ?’ ‘મને મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે, તેથી આવ્યો છું.’ ‘તું ત્રણ દિવસ ભૂખ્યો રહયો તેથી તને હુંત્રણ વરદાન આપવા માગું છું. હું તારા પર પ્રસન્ન છું. માગ, માગ યમરાજે કહ્યું. નચિકેતાએ કહ્યુંઃ હું લેવા નથી આવ્યો, આપવા આવ્યો છું.’


યમરાજના અતિઆગ્રહને લીધે નચિકેતાએ ત્રણ વરદાન માગ્યાંઃ ‘પિતાના આર્શીર્વાદ લીધા વિના આવ્યો છું. તેથી તે નારાજ ન થાય; મને વૈશ્વનાર અગ્નિની ઉપાસના શિખવાડો અને ખરેખર તમે પ્રસન્ન થયા હો તો મને આત્મજ્ઞાન આપો !’

છેલ્લી માંગણી સાંભળી યમરાજ ચમકી ગયા. યમરાજે ધન-વૈભવ માગવાનું કહ્યું. નચિકેતાએ કહયું ‘આત્મજ્ઞાન ન મળે તો

વૈભવ દીર્ઘ આયુષ્ય શું કરવાનું ?
નચિકેતાની આ નાચિકેતવૃત્તિ છે. ‘હું માણસ છું, પશુ નથી. હું માણસ છું, પણ ભગવાનનો છું અને અંતે હું બ્રહ્મ છું, આ ત્રણ આત્મજ્ઞાનનાં પગથીયાં છે.’  નાચિકેતવૃત્તિ સામે યમનો પણ પરાજય થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.