દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં ૧૩ લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યા

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયર ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં ૧૩ લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. દેશમાં અનલોક-૧ લાગુ થઇ ગયું છે પરંતુ રાજધાની દિલ્હી સહિત દેશમાં કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસનો આંકડો ૨૦ હજારને પાર જોવા મળ્યો છે.
ચાર દિવસ પછી દિલ્હીમાં કોવિડના સંક્રમણની સંખ્યા ૧,૦૦૦થી નીચે જોવા મળી. ગત ૨૮ મી તારીખથી લઇને ૩૧ મે વચ્ચે દિલ્હીમાં ૧,૦૦૦થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં. પરંતુ ૧ જૂનના રોજ દિલ્હીમાં કોવિડના ૯૯૦ લોકો પોઝિટિવ જોવા મળ્યાં. હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા ૨૦,૦૦૦ને પાર પહોંચેલી જોવા મળી છે. હાલમાં દિલ્હી ખાતે કુલ ૨૦,૮૩૪ લોકો સંક્રમિત જોવા મળ્યાં છે. દિલ્હીમાં ૫૦ મોતના આંકડાની પુષ્ટી કરાતાં કુલ ૫૨૩ લોકોના મોત થયા છે.
જાહેર કરાયેલાં હેલ્થ સમાચાર અનુસાર દિલ્હીમાં ૧૧૫૬૫ લોકો પોઝિટિવ છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં ૨૭૪૮ દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાં ૨૧૯ લોકો આઇસીયુમાં છે અને ૪૨ દર્દી વેન્ટિલેંટર સ્પોર્ટ પર છે. આ સિવાય કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૬૪, કોવિડ કેર સેન્ટરમાં ૬૭૨ અને હોમ આઇસોલેશનમાં ૬૨૩૮ દર્દી છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં ૨,૧૭,૫૩૭ સેંમ્પલની તપાસ થઇ ગઇ છે.
કોવિડ સંક્રમણની વાત કરીએ તો દિલ્હીમાં ૨ માર્ચના રોજ પહેલો કેસ સામે આવ્યો હતો. ૩૧ માર્ચ સુધીમાં આ સંખ્યા ૧૨૦ સુધી પહોંચી ગઇ અને બે લોકોના મૃત્યું ને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું હતું, એપ્રિલમાં ૩૦ સુધી સંક્રમણ ૩૫૧૫ થઇ ગયા અને જેના કારણે ૫૯ લોકોના મોત થયા છે. મેમાં સંક્રમણમાં ઝડપી બન્યું અને ૧ જૂનના રોજ આ કેસોની સંખ્યા ૨૦,૦૦૦ને પાર પહોંચી ગઇ અને મૃતકોની સંખ્યા ૫૦૦ની ઉપર જોવા મળી.