Western Times News

Gujarati News

કોવિડ ૧૯ ટેસ્ટ માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી – ગુજરાત સરકાર

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીઓમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈને થયેલી અરજીમાં કોર્ટે સરકારને આદેશ આપ્યા બાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે કોવિડ ૧૯ ટેસ્ટ માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનના આધારે કોઈપણ પ્રાઈવેટ લેબમાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે.

આજે કોવિડ-૧૯ના ટેસ્ટ કરવા સંદર્ભે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્‌યો છે. પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે તબીબ અને લેબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. સરકાર માન્ય એપ્લિકેશન પર વિગત અપલોડ કરવી પડશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને આજે રાજય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ખાનગી તબીબનાં પ્રિસ્ક્રીપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ હવેથી થઈ શકશે. આ માટે કોઈપણ પ્રકારની પુર્વ મંજુરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબ અને લેબોરેટરીઓએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ મેલ દ્વારા જાણ કરવાની રહેશે. અથવા તો સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાની રહેશે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે, અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા આપવી આઇસીએમઆરની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે. મજૂરી આપનાર અધિકારીએ મજૂરી માટેની અરજી મળ્યાનાં ૨૪ કલાકમાં જ યોગ્ય જણાય તો મજૂરી આપવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.