વરસાદી પાણીના સંગ્રહની ખંભાત શહેરની વર્ષો જુની પરંપરા
આણંદઃ નવાબી કાળનું શહેર અને જુનુ બંદર એવુ ખંભાત શહેરમાં જુની પુરાણી પધ્ધતિથી વરસાદી પાણીના એક એક ટીપાનું સંગ્રહ કરવાની પરંપરા રહી છે. ખંભાત નગરમાં આ જુના ટાંકામાનું પાણી સૌ પીવે છે. અને આ પાણી પીવામાં સારૂ હોય છે. ઘર પરિવારના તમામ સભ્યો આ પાણીને પીવામાં ઉપયોગ કરતા હોય છે.
જુના ખંભાત શહેરમાં લગભગ ૮૦ ટકા જુના રહેણાંકના ઘરોમાં પરંપરાગત ભુગર્ભ ટાંકાના માધ્યમથી વરસાદી પાણીનો સંગ્રહનો મહિમા છે. ભવિષ્યમાં જળ સંકટ સર્જાવાની સમસ્યાને ધ્યાને લઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સંચય માટે વરસાદી પાણીના સંગ્રહ માટે સૌ નાગરિકોને આહવાન કર્યું છે.