Western Times News

Gujarati News

ગૃહમંત્રી અમિત શાહ સાથે સાંસદ મોહન ડેલકરની મુલાકાત

દાનહ માટે ભાવિ યોજના અંગે ચર્ચા
(પ્રતિનિધિ) વલસાડ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકેર મુલાકાત કરી હતી. ગૃહમંત્રીના કાર્યાલયમાં સાંસદ મોહન ડેલકરની ગૃહમંત્રી અમિત શાહ સાથેની આ મુલાકાતમાં સંઘ-પ્રદેશના વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ, નવા પ્રોજેકટો અને ભાવિ યોજનાઓ અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છેવાડાના લોકો સુધી યોજનાઓનો લાભ પહોચાડવા બાબત પર ચર્ચા કરવામાં આવી હતી. દેશના ઉજ્જવળ ભવિષ્ય અને લોકહિતની અનેકવિધ યોજનાઓ છે જેને સમયસર અને ચોક્કસ રૂપરેખા બનાવી અમલમાં મુકવામાં આવે તો નકકર પરિણામો લાવી શકાય તે હેતુસર સાંસદ મોહન ડેલકરે ગૃહમંત્રી અમિત શાહ સાથે શિષ્ટાચાર બેઠક યોજી હતી. આ બેઠકને પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડવામાં આવે તો ખૂબજ મહત્વની સાબિત થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.