ભારતને જી-૭માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયુ

બેઈજિંગ, અમેરિકાના પ્રેસિડેન્ટ ડનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીને મંગળવારે ફોન કર્યો. આ વાતચીતમાં તેમણે ભારતને જી૭ સંગઠન માટે આમંત્રિત કર્યું છે. ટ્રમ્પે પીએમ મદીને એવા અવસરે આમંત્રણ આપ્યું છે જ્યારે એક તરફ ભારત કોરોના સામે જંગ લડી રહ્યું છે અને બીજી તરફ એલએસી પર ચીન સાથે તણાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. એવામાં ટ્મ્પના આ પ્રસ્તાવથી ચીન લાલચોળ થઈ ગયું હતું.
હવે ચીનના વિદેશ મંતરાલય તરફથી ટ્રમ્પના પ્રસ્તાવ પર નિવેદન આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.ચીન તરફથી કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ ઘેરો બનાવવાની કોશિશ ચાલી રહી છે, જે સંપૂર્ણરીતે અસફળ અને અલોકપ્રિય રહેશે. ટ્રમ્પે આ સંગઠનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રશિયા અને સાઉથ કોરિયાને પણ ઈનવાઈટ કર્યા છે. જી૭ એવા ૭ દેશોનું સંગઠન છે જેની અર્થવ્યવસ્થા વિકસિક છે. આ સંગઠનમાં અમેરિકા, યૂનાઈટેડ કિંગ્ડમ, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને કેનેડા જેવા દેશ સામેલ છે. દર વર્ષે આ સંગઠનમાં સામેલ દેશોના મુખિયા વૈશ્વિક મુદ્દાઓ જેવા કે જળવાયુ પરિવર્તન, સુરક્ષા અને અર્થવ્યવસ્થા વગેરે પર ચર્ચા કરવા માટે એકઠા થાય છે. ટ્રમ્પે આ વર્ષે કરોના વાયરસના કારણે જી૭ સંમેલનને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધું છે.
ટ્રમ્પની ઈચ્છા છે કે જૂના પડી ચૂકેલા સંગઠનને જી૧૦ અથવા જી૧૧ સુધી લઈ જવું જોઈએ જેથી ભારત સહિત દેશોને પણ જગ્યા આપી શકાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી મંગળવારે પ્રેસ કન્ફરન્સમાં ટ્રમ્પના ભારત સહિત ત્રણ દેશોના સંગઠનમાં સામેલ કરવાની યોજનાના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા માંગી. ઝાઓએ કહ્યું કે, ચીન માને છે કે તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને કોન્ફરન્સને દેશ વચ્ચે આંતરિક ભરોસાને વધારવામાં મદદ કરવી જોઈએ.