Western Times News

Gujarati News

વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં તા.૩૦ જૂન-ર૦ર૩ સુધી અશાંત ધારો લાગુ કરાયો

આ વિસ્તારોમાં હવેથી મિલ્કત વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની પૂર્વમંજૂરી મેળવવાની રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો  મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરિકોને સુખ , શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.

અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરશ્રીની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.

વટવા અને નારોલના જે વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારોની યાદી આ મુજબ છે….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.