બે વર્ષ પહેલા ફરીથી ચાલુ થયેલી જુના ભાટપુર ગામની દુધ મંડળીમાં ભેળસેળ કરતાં ત્રણ દિવસ સુધી મંડળી બંધ રહેતા સભાસદો આક્રોશમાં
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના જુના ભાટપુર ગામની દુઘ ઉત્પાદન સહકારી મંડળીમાં અમુલ ડેરી દ્વારા તપાસ કરતા ભેળસેળ કરતાં તેમજ ખોટા સભાસદો ના નામ લખી તેમના નંબરો પાડીને કૌભાંડ પકડાતા અમુલ ડેરી દ્વારા ખંભાતી તાળા મારતા સ્થાનિક સભાસદોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાની જુના ભાટપુર ગામની દુઘ ઉત્પાદન સહકારી મંડળી ત્રણ વર્ષ અગાઉ સેક્રેટરી દ્વારા મનફાવે તેવી રીતે સભાસદો પશુ લાવવાની જંગી લોન આપી દેતા જેતે સમયે સભાસદો દ્વારા લોન ભરપાઈ ના થતા જુના ભાટપુર ગામની દુઘ ઉત્પાદન સહકારી મંડળી ને બંધ કરી દેવામાં આવી હતી.
આ દરમિયાન એકથી બે વર્ષ સુધી આ મંડળી બંધ રાખવામાં આવી હતી બાદમાં ગામ ના અગ્રણી સાથે રાજકીય આગેવાનો ના સહકાર થી બીજી વાર આ મંડળી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી એક વર્ષથી પણ વધારે સમય ચાલુ રહી હતી પણ સેક્રેટરીની પોતાની મનમાની અને ભેળસેળ કરી રહ્યા હોવાનું ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં બાદમાં મંડળીની અચાનક તપાસ હાથ ધરતાં સેક્રેટરી દ્વારા ખોટી રીતે સભાસદ નંબરો પાડીને દુઘ ભરતાં હોવાનું બહાર આવ્યું હતું.
તેમજ નવ સભાસદોના દુઘ ઘટના સ્થળ પર (દુઘના સેમ્પલ)ચકાસતા દુઘમા પાણી તેમજ કોઈ અન્ય પદાર્થો મીક્સ કરી દુઘનો વેપાર કરતા નવ સભાસદોને પકડી પાડયા હતા બાદમાં જુના ભાટપુર ગામની દુઘ મંડળીને યુદ્ધના ધોરણે પાંચ જુલાઈ ના દિવસથી બંધ કરી દેવામાં આવી હતી ઉપરાંત સેક્રેટરી દ્વારા આચરેલ કૌભાંડને મંડળી ના કમિટી સભ્યો દ્વારા ના ચલાવી દેતા આખરે સેક્રેટરી ખોટા નંબરો પાડીને મંડળી ને નુકસાન કરાવ્યું હોવાના કારણે પાંચ લાખ એકત્રીસ હજારની રીકવરી ભરપાઈ કરાવી હતી અને નવ સભાસદો દુઘમા પાણી મીક્સ કરનારોઓ સામે કાયદેસરની કાર્યવાહી તેમજ બોનસ અટકાવી દેવામાં આવ્યા છે ઉપરાંત સભાસદોના ભારે વિરોધ હોવાના કારણે સેક્રેટરી ને રાજીનામું આપવા ની ફરજ પળી હતી જયારે હાલ નવા સેક્રેટરી ની નીમણુંક કરી મંડળી ને ફરી કાર્યરત કરવા માં આવી હતી.*