અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્વારા ચાપડાઓનુ વિના મુલ્યે દાનદાતા તરફથી સમાજ દ્વારા વિતરણ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના શ્રી અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્વારા સમાજના અભ્યાસ કરતા તમામે તમામ બાળકોને વિનામૂલ્યે ચોપડા નું વિતરણ ઘરે ઘરે જઈને કરે છે અને બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાની સુંદર કામગીરી કરે છે.આ વરસે પણ સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ એમ નાયી કાંકણોલ વાળા ના અથાગ પ્રયાસો થી એક થી કોલેજ સુધી ના તમામ બાળકોને વિનામૂલ્યે ચાપડા પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે પ્રમુખ સાથે મંત્રી જીતેન્દ્રકુમાર અને ટ્રસ્ટી મંડળના સભ્યો પણ આ સેવાકિય કાર્યમાં વજોડાઈને સમાજની અને બાળકોની સુંદર સેવા કરી રહ્યા છે તેને સમગ્ર સમાજ આવકારી રહ્યો છે..સુંદર કામ સુંદર પ્રગતીનો અડાઠમ જય કેળવણી મંડળનો અને કાર્યકર્તાઓ નો આ પ્રયાશ ધન્યવાદ ને પાત્ર છે.અને સમાજના અંદાજે આઠસો જેટલા બાળકોને આ લાભ મળનાર છે અને પ્રમુખ શ્રી ના અથાગ પ્રયાસો થી ચાર હજાર ઉપરાંત ના ચાપડાઓનુ વિતરણ સમાજમાં થશે જે આવકાર દાયક ગણી શકાય.