Western Times News

Gujarati News

સ્કૂલો અને કોલેજોને ૧૫ ઓગસ્ટ બાદ ખોલાશેઃ પોખરિયાલ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાના સપ્તાહોથી ચાલી રહેલા ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ ૨૦૨૦ બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવતઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે. ડા. રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યૂમાં આમ વાત કહી.

તેઓએ કહ્યું, ૧૫ ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ સંબંધમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડા. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલો ફરી ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની જાણકારી કાલે ટિ્‌વટના માધ્યમથી આપી હતી.

તેઓએ પોતાના પત્રમાં લખ્યું હતું, સમય આવી ગયો છે કે કોરોના વાયરસના સહઅસ્તિત્વને સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવી રીતે નક્કી કરવામાં આવે.આ સાથે તેઓએ લખ્યું, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર ન કરવામાં આવી તો આ આપણી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠ્‌યપુસ્તકો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની હશે.

કોરોના વાયરસથી દિલ્હીની તમામ સ્કૂલો-કોલેજ માર્ચ મહીનાથી બંધ છે. એવામાં ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક વાત એ પણ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસનું પણ નુકશાન થઇ રહ્યું છે.સીબીએસઇ બોર્ડ પરીક્ષા ૧ જુલાઇથી ૧૫ જુલાઇ સુધી આયોજિત કરાશે. આઇસીએસસી આઇએસસી પરીક્ષા ૧ જુલાઇથી શરૂ થઇને ૧૨ જુલાઇ સુધી ચાલશે. નીટ અને જેટની પરીક્ષા જુલાઇમાં યોજાશે.નીટની પ્રવેશ પરીક્ષા ૨૬ જુલાઇ અને જીટની પ્રવેશ પરીક્ષા ૧૮ જુલાઇથી ૨૩ જુલાઇ સુધી હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.