Western Times News

Gujarati News

ગુજરાતી માધ્યમના છાત્રો ગુજરાતીમાં જ કાચા પડયા

પ્રતિકાત્મક

એક લાખ છાત્રો માતૃભાષાના વિષયમાં નાપાસ
ગુજરાતી માધ્યમની સામે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ પ્રભાવશાળી
અમદાવાદ,  રાજ્યમાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં રાજ્યમાં ગત વર્ષ કરતાં સામાન્ય પરિણામ ઓછું આવ્યું છે. જાકે, આ બધાની વચ્ચે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ ચિંતાજનક છે.

રાજ્યમાંથી આ વર્ષે ૧,૦૦,૩૪૮ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં ડાંડી મારી છે. ડાંડી મારવી એટલે તળપદી ભાષામાં નાપાસ થયા છે. આ પરિણામ ચિંતાજનક અને વિશ્લેષણ કરવા યોગ્ય છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૭,૦૨,૬૦૦ વિદ્યાર્થીઓેએ ધોરણ-૧૦ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ વિદ્યાર્થીઓ પૈકીના ૬,૯૧,૬૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી.

આજે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણા મુજબ ધોરણ-૧૦માં ગુજરાતી પ્રથમ વિષયમાં ગુજરાતી માધ્યમના ૫,૯૧,૩૪૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ ગુજરાતી વિષયનું ધોરણ-૧૦નું પરિણામ ૮૫.૪૯ ટકા છે. જાકે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દેખાવ સારો જાવા મળ્યો. અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી બીજી ભાષામાં પ્રભાવશાળી પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમના ૧,૦૧, ૬૬૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પૈકીના ૧,૦૧,૨૪૪ વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી જ્યારે તેમાંથી ૯૨,૭૮૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આમ અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૧.% રહ્યું હતું. રાજ્યમાં ધો.૧૦ની પરીક્ષાનું આજે ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર થયું છે. ૨૦૧૯માં ધોરણ ૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ ૫ ટકા ઓછું પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું ૬૫.૬૧ ટકા જ્યારે જિલ્લાનું ૬૬.૦૭ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં ૫૦,૯૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૩,૩૭૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં ૩૯,૦૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૨૫,૭૯૮ નાપાસ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.