Western Times News

Gujarati News

અરવિંદે એની ઇન્ટેલિફેબ્રિક્સ બ્રાન્ડ હેઠળ પરિવર્તનકારક એન્ટિ-વાયરલ ફેબ્રિક્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી

અરવિંદે ભારતમાં HeiQ વાયરોબ્લોક ટેકનોલોજી પ્રસ્તુત કરવા સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેટર HeiQ સાથે જોડાણ કર્યું

અરવિંદ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને શર્ટિંગ અને શૂટિંગ ફેબ્રિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ અને ફેસ માસ્ક પૂરાં પાડશે

નેશનલઃ 10 જૂન, 2020: જ્યારે સામાન્ય રીતે ફેબ્રિક્સનો સંબંધ ફેશન સાથે છે, ત્યારે કોવિડ-19 કટોકટીનો સામનો કરતી દુનિયામાં જીવતા આપણા તમામ લોકોને રોજિંદા જીવનમાં એન્ટિવાયરલ ફેબ્રિક્સની તાતી જરૂર છે. ભારતમાં ટેક્સટાઇલથી લઈને રિટેલ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણી અરવિંદ લિમિટેડે આજે એની બ્રાન્ડ ઇન્ટેલિફેબ્રિક્સ અંતર્ગત ભારતમાં પહેલી વાર એન્ટિ-વાયરલ ટેક્સટાઇલ ટેકનોલોજી લોંચ કરવાની જાહેરાત કરી હતી. અરવિંદે આ પરિવર્તનકારક એન્ટિ-વાયરસ ટેકનોલોજી ભારતમાં પ્રસ્તુત કરવા માટે તાઇવાનની સ્પેશિયાલ્ટી કેમિકલ અગ્રણી મેસર્સ જિન્ટેક્સ કોર્પોરેશન સાથે સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેશન લીડર HeiQ મટિરિયલ્સ AG સાથે જોડાણ કર્યું છે.

 સંશોધન દર્શાવે છે કે, વાયરસ અને બેક્ટેરિયા બે દિવસ સુધી ટેક્સટાઇલની સપાટી પર એક્ટિવ રહે છે. HeiQ વાયરોબ્લોક સાથે નિર્મિત ગાર્મેન્ટ સક્રિયપણે વાયરસને દૂર રાખે છે અને કોન્ટેક્ટ થતાં એનો નાશ કરે છે, જેથી વસ્ત્ર મારફતે આ જીવલેણ વિષાણુઓના પ્રસારની શક્યતા લઘુતમ કરવામાં મદદ મળે છે.

 ઇન્ટેલિફેબ્રિક્સ હેઠળ એન્ટિ-વાયરલ ફેબ્રિક્સ લોંચ કરવાની જાહેરાત કરતા અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કુલીન લાલભાઈએ કહ્યું છે કે, કોવિડ-19ને કારણે દુનિયા અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહી છે. આ સંદર્ભમાં અમે અમારા ગ્રાહકોની સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ અને એટલે અમે પરિવર્તનકારક વાયરોબ્લોક ટેકનોલોજીને ભારતમાં લાવવા HeiQ સાથે જોડાણ કર્યું છે. અમે આ પાર્ટનરશિપને લઈને ખુશ છીએ અને અતિ ટૂંકા ગાળામાં અમે ભારતીય બજારમાં ફેબ્રિક્સ પ્રસ્તુત કરીશું, જે વાયરસ સામે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરશે અને સાથે સાથે ફેશનેબલ પણ હશે.

HeiQ વાયરોબ્લોક સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેટર HeiQ દ્વારા નિર્મિત સૌથી વધુ અદ્યતન ગ્લોબલ એન્ટિવાયરલ પ્રોડક્ટ્સ પૈકીની એક છે. HeiQ વાયરોબ્લોક એન્ટિવાયરલ લોગમાં ઘટાડામાં નોંધપાત્ર વધારો કરશે અને વાયરલ ઇન્ફેક્ટિવિટીમાં 99.99 ટકાનો ઘટાડો કરશે તેમજ SARS-CoV-2 પર આ પ્રકારની કાર્યદક્ષતાનો દાવો કરનાર દુનિયામાં સૌપ્રથમ ટેક્સટાઇલ ટેકનોલોજીઓમાંની એક છે. HeiQ વાયરોબ્લોક ઘરે 30 સાધારણ વોશ માટે ટ્રીટેડ ગાર્મેન્ટ પર સક્રિય રહે છે, જેથી ગાર્મેન્ટના ટકાઉગાળામાંથી સારાં એવા ગાળામાં ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

આ પાર્ટનરશિપ પર HeiQ ગ્રૂપના સીઇઓ શ્રી કાર્લો સેન્ટોન્ઝે કહ્યું હતું કે, HeiQ વાયરોબ્લોક અમારી અદ્યતન સિલ્વર અને વેસિકલ ટેકનોલોજીનો વિશિષ્ટ સમન્વય છે, જે હ્યુમન કોરોનાવાયરસ 229E અને કોવિડ-19 માટે જવાબદાર SARS-CoV-2 સામે અસરકારક પુરવાર થયું છે, જે 30 મિનિટમાં વાયરસનો 99.99 ટકા ઘટાડો કરે છે. આ સલામત હાઇપોએલર્જિક અને પેટન્ટ પેન્ડિંગ ટેકનોલોજી છે. અમને આ ટેકનોલોજી ભારતમાં ઇનોવેટિવ બ્રાન્ડ અરવિંદની વિવિધ પ્રોડક્ટ રેન્જમાં ઓફર કરવા એની સાથે જોડાણ કરવાની ખુશી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.