૧૫ દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવામાં આવેઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે દેશભરમાં લાકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને લઈને મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૧૫ દિવસની અંદર તમામ પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, ૧૫ દિવસમાં તમામ પ્રવાસીઓને પરત મોકલવામાં આવે. પ્રવાસી શ્રમિકો માટે ૨૪ કલાકની અંદર કેન્દ્ર સરકાર તરફથી વધારાની ટ્રેનો આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોથી આ સંબંધમાં સોગંધનામું માંગ્યું છે.
સુપ્રીમ કોર્ટે તેની સાથે જ લાકડાઉનમાં પગપાળા પોતાના વતને જતા પ્રવાસી શ્રમિકોની વિરુદ્ધ નોંધવામાં ઓવલા કેસોને પરત લેવા માટે પણ કહ્યું છે.
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્થળાંતર દરમિયાન શ્રમિકો સામે નોંધવામાં આવેલા લાકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવામાં આવે. તમામ શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે અને જે શ્રમિક ઘરે જવા માંગે છે તેમને ૧૫ દિવસની અંદર ઘરે મોકલવામાં આવે.સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્રમિકોને રોજગાર આપવા માટે સ્કીમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. તેના વિશે પ્રદેશોને સુપ્રીમ કોર્ટને જાણકારી આપવી પડશે. કોર્ટે કહ્યું કે પ્રવાસી શ્રમિકોને તમામ સ્કીમનો લાભ આપવામાં આવે અને સ્કીમો વિશે શ્રમિકોને જણાવવામાં પણ આવે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે તમામ શ્રમિકોની સ્કિલ મેપિંગની વ્યવસ્થા થવી જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવે. શ્રમિકો વિરુદ્ધ લોકડાઉનના નિયમો તોડવાના આરોપમાં નોધાયેલા તમામ કેસ કે ફરિયાદો પાછી ખેંચવામાં આવે કે રદ કરવામાં આવે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય શ્રમિકો માટે હેલ્પ ડેસ્ક બનાવે અને હેલ્પ ડેસ્કથી શ્રમિકોને રોજગાર વિશે માહિતી મળી શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે શ્રમિકો સામે નોંધાયેલા કેસ પર રાજ્ય વિચાર કરે. આ સાથે લોકડાઉન દરમિયાન નોંધાયેલા શ્રમિકો પરના કેસ પરત લેવા પર સરકાર વિચાર કરે.