Western Times News

Gujarati News

અનેક કંપનીઓ પોતાના કર્મીને ઘરેથી કામ કરાવવાની તૈયારીમાં

work from home data entry scandel

નવી દિલ્હી,  સરકારે દેશમાં લોકડાઉનના પ્રતિબંધો ધીરે-ધીરે હળવા કરવાનું શરૂ કરી દીધું છે. તે જ અંતર્ગત અનલોક-૧ શરૂ થઈ ગયું છે. કેટલીક કંપનીઓ પોતાના અડધા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવા માટે લાંબાગાળાની યોજનાઓ બનાવામાં લાગી ગઈ છે. કન્ઝુમર ગુડ્‌સ કંપની મેરિકો પોતાના કામકાજમાં આમૂલ પરિવર્તન કરવા માટે એક બહારના કન્સલ્ટન્ટ સાથે કામ કરી રહી છે. કંપની ઈચ્છે છે કે, તેના ઓછામાં ઓછા ૪૦ ટકા કર્મચારીઓ ઘરેથી જ કામ કરે.

એડવર્ટાઈઝમેન્ટ કંપની વુન્ડરમેન થોમ્પસન ૫૦ ઃ ૫૦ સોલ્યુશન પર કામ કરી રહી છે. એટલે કે, દરરોજ કંપનીના અડધા જ કર્મચારી જ ઓફિસ આવશે. મર્સિડીઝ બેન્ઝ ઈÂન્ડયાની યોજના કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસ ઓફિસ બોલાવવા અને બે દિવસ ઘરેથી કામ કરાવવાની છે. કોરોના વાયરસના સંક્રમણ પહેલા પણ કંપનીમાં ઘરે કામ કરવાની સુવિધા હતી. પરંતુ કંપનીના કર્મચારી મહિનામાં ત્રણ દિવસ ઘરેથી કામ કરતા હતા. કંપનીના એમડી અને સીઈઓ માર્ટિન શ્વેન્કએ કહ્યું કે, ‘ઓનલાઈન અને ઓફલાઈન તાલમેલ ન્યુ નોર્મલ છે.

એ ઘણું સારી રીતે કામ કરી શકે છે અને મને તેમાં કોઈ મુશ્કેલી નથી.’ વુન્ડરમેન થોમ્પસનના સાઉથ એશિયા ચેરમેન અને ગ્રુપ સીઈઓ તરુણ રોયે કહ્યું કે, ઘરેથી કામનો અનુભવ સારો રહ્યો છે. તેમણે કહ્યું કે, હું હંમેશા આઉટપુર પર ભાર આપું છું એ નથી જાતો કે લોકોએ કેટલા કલાક ઓફિસમાં વિતાવ્યા. એટલે મને એ વાતથી આશ્ચર્ય નથી કે લોકોએ ઘરેથી સારું અને જવાબદારીની સાથે કામ કર્યું. જા આપણે ૧૦૦ ટકા કર્મચારીઓની સાથે ઘરેથી કામ કરી શકીએ છે તો આપણે અડધા કર્મચારીઓ ઘરેથી કામ કરે તે વિકલ્પ પર વિચારવું જાઈએ.

મેરિકોના ચીફ એચઆર ઓફિસર અમિત પ્રકાશે કહ્યું કે, કોવિડ-૧૯ એ કંપનીને ઘરેથી કામ કરવા માટે મજબૂર કરી છે. કંપની ઈચ્છે છે કે, ઓફિસમાં કામ કરનારા ૪૦ ટકા કર્મચારી ઘરેથી જ કામ કરે. એના માટે કંપની પોતાની વ્યવસ્થાઓમાં જરૂરી ફેરફાર કરી શકે છે. કંપનીના ૧૫૦૦ કર્મચારીઓમાંથી ૬૫૦ ઓફિસમાં કામ કરે છે. કેએમપીજી ઈÂન્ડયા રોટેશનલ બેઝિસ પર કર્મચારીઓને ઓફિસ બોલાવશે.

પહેલા તબક્કામાં ૩૩ ટકા કર્મચારી ઓફિસ આવશે. કેએમપીજી ઇÂન્ડયામાં પાર્ટનર અન્મેષ પવારે કહ્યું કે, અમે અમારા કર્મચારીઓને ઘર કે ક્લાયન્ટના લોકેશન પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમારી ફ્લેÂક્સબલ પોલિસી છે અને કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ ઘરેથી કામ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.