Western Times News

Gujarati News

૩૩૦૦ કરોડના સ્ટેમ્પ પેપરો વેચી આવક ઊભી કરવા માગ

લોકડાઉનમાં ઓછી આવક થતા સરકારને પત્ર લખીને ફીઝીકલ સ્ટેમ્પ વેચવા સ્ટેમ્પ વેન્ડરોએ ઉગ્ર માગણી કરી
અમદાવાદ,  રાજયમા ફીઝીકલ સ્ટેમ્પ પેપર બંધ કરવાનો નિર્ણય રાજય સરકારે રાતોરાત બંધ કરી દેતા સરકારની ટ્રેઝરીઓફિસમાં ૩૩૦૦ કરોડનાં ફીઝીકલ સ્ટેમ્પ પેપરનો સ્ટોક પડયો રહયો છે.ત્યારે રાજય સરકારે સ્ટેમ્પ પેપરનુ સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વેચાણ કરીને પડી રહેલા સ્ટેમ્પ પેપરોનુ વેચાણ કરીને આવક ઉભી થાય તેમ છે. સાથો સાથ બેકાર બનેલા ૧૫૪૬ સ્ટેમ્પ વેન્ડરોને કામ મળી શકશે. કોરોનાને લીધે રાજયસરકારને થયેલ ઓછી આવકની ભરપાઈ આ છૂટ આપવાને લીઘે થઈ શકશે.આ અંગે સરકાર વહેલીતકે નિર્ણય લેવો જાઈએ. ગુજરાતમાં ફીઝીકલ સ્ટેમ્પ પેપર તા.૧૫મી સપ્ટેમ્બર૨૦૧૯થી બંધ કરવામાં આવ્યા છે.

જેના લીધે સરકાર પાસે રૂ. ૩૩૦૦ કરોડના ફીઝીકલ સ્ટેમ્પપેપરનો સ્ટોક પડેલ છે. આ સ્ટેમ્પ પેપરો તાકીદની અસરથી વેચાણ ચાલુ કરવામાં આવે તો પડી રહેલા સ્ટેમ્પ પેપરોનુ વેચાણ થશે અને સરકારને આવક ઉભી થશે. ઉપરાત ગુજરાતના ૧૫૫૯ સ્ટેમ્પ વેન્ડરોને આવક ઉભી થશે. હાલમાં બેંક સ્ટેમ્પ પેપરનું ફ્રેન્કીંગ કરાવાથી રુ.એકલાખની સામે બેંકને કમીશન પેટે ૧૦૦૦ રુપિયા ચુકવવામાં આવે છે.તેની સામે ઈ-સ્ટેમ્પએજન્ટોને રૂ.૧લાખ સામે૧૪૬ એટલે કે ૦.૧૫ પૈસા કમીશન આપે છે.

તેની સામેઈ-સ્ટેમ્પ એજન્ટોને નેટકનેકશન, કોમ્પયુટર પ્રિન્ટ, ઓફીસના ભાડા,લાઈટબિલ,રજિસ્ટર્ડફોર્મ તથાઈ સ્ટેમ્પનો જથ્થો લાવવાનો આ ઉપરના તમામ ખર્ચ ૧૪૬ રુપિયાના કમીશનમાં નિભાવવો પડે છે.લોકડાઉનની Âસ્થતિમાં રાજયનીટ્રેઝરી ઓફિસમા ૩૩૦૦ કરોડનો જથ્થો નોન જયુડીશીયલ સ્ટેમ્પનોછે . સ્ટેમ્પ પેપર વેચવાનીપરમીશન આપે તો રાજયસરકારનેઆવક ઊભી થાય અને ભવિષ્યમાં નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપર રદબાતલ કરવાના ઉકેલમાંથી રાજયસરકાર બહાર આવી જાય એમ અમદાવાદ સ્ટેમ્પ વેન્ડર એસોશીયેશન જણાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.