રામજન્મભૂમિના સ્થળે પૂજા થઇઃ બાંધકામ શરૂ ન કરાયું

અયોધ્યા, રામ જન્મભૂમિ સ્થળે શિવ મંદિર ખાતે પુજારીઓએ રામ મંદિરના નિર્માણ માટે પ્રાર્થના કરી હતી. પરંતુ મંદિર બાંધવા માટે પ્રતીકરૂપે પાયાની ઇંટ નાખવાની કામગીરી શરૂ થઇ નહતી. જાણવાની વાત એ છે કે અગાઉ મંદિરના બાંધકામ માટે પાયાની ઇંટ બુધવારે નખાશે તેવી જાહેરાત કરાઇ હતી. કુબેર ટીલા મંદિરમાં ‘રૂદ્રાભિષેક’માં ભાગ લેનાર મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે તેમણે રામ મંદિરનું બાંધકામ વહેલામાં વહેલી તકે શરૂ થાય તે માટે પ્રાર્થના કરી હતી. કમલનાથ રામ મંદિર ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસના પ્રવક્તા મનાય છે. ઉલ્લેખનીય છે કે કમલ નયન દાસે જાહેરાત કરી હતી કે બુધવારે રૂદ્રાભિષેક બાદ રામ મંદિરના પાયાની ઇંટ નાખવાની કામગીરી શરૂ થશે.