Western Times News

Gujarati News

બિલ્ડિંગોની વોટરપ્રૂફિંગ કરવા માટે કોન્ટ્રાક્ટરોને મદદ કરવા ડો. ફિક્સિટની પહેલ

  • આ 10 શહેરો – મુંબઈ, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, બેંગાલુરુ, ઇન્દોર, અમદાવાદ, સુરત, કોલકાતા અને નાગપુરમાં શરૂ થશે

મુંબઈ, જ્યારે દેશમાં કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉન લાગુ છે, ત્યારે દેશમાં ચોમાસાનું આગમન થયું છે.   જ્યારે એનાથી સામાન્ય રીતે રાહત આવશે, ત્યારે પોતાનાં ઘરોમાં લીકેજની સમસ્યાથી પરેશાન ગ્રાહકોની મુશ્કેલી વરસાદથી વધી શકે છે અને માળખાને નુકસાન થઈ શકે છે. એનાથી બિલ્ડિંગો અને ઘરોમાં રહેતા મોટી સંખ્યામાં લોકોને અસર થશે, જેને ચાલુ વર્ષે વરસાદનાં આગમન અગુ વોટરપ્રૂફિંગની ગંભીર જરૂર છે. એક અંદાજ મુજબ, ચોમાસા પૂર્વે 6થી 8 ટકા બિલ્ડિંગો અને માળખાને રિપેરની જરૂર હોઈ શકે છે. વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરો બિલ્ડિંગના માળખાની મજબૂતીને સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમની આવકનો મોટો હિસ્સો ચોમાસા પૂર્વેના કામ પર નિર્ભર હોય છે.

જોકે ચાલુ વર્ષે ઉપભોક્તાઓની આરોગ્ય અને સલામતી સાથે સંબંધિત ચિંતાઓમાં વધારો થયો છે અને કામદારો તેમના ઘરમાં પ્રવેશતા ચિંતા અનુભવી શકે છે. ગ્રાહકોની આ સમસ્યાનું સમાધાન કરવું જરૂરી છે, કારણ કે એનાથી રિપેર અને વોટરપ્રૂફિંગ કામગીરીમાં ઘટાડો થઈ શકે છે, જેથી વોટરપ્રૂફિંગ સમુદાય માટે આવકને અસર થશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કન્સ્ટ્રક્શન અને વોટરપ્રૂફિંગ એક્ષ્પર્ટ બ્રાન્ડ ડો. ફિક્સિટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેનાથી હજારો મહેનતુ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરોને લાભ થશે. એનાથી તેમને તેમની આજીવિક બચાવવામાં મદદ મળવાની સાથે તાત્કાલિક વોટરપ્રૂફિંગની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને પણ લાભ થશે.

આ પ્રોગ્રામ 10 શહેરો – મુંબઈ, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, બેંગાલુરુ, ઇન્દોર, અમદાવાદ, સુરત, કોલકાતા અને નાગપુરમાં શરૂ કરવામાં આવ્યો છે તથા બે ઉદ્દેશોને પાર પાડે છે.

કોન્ટ્રાક્ટર/યુઝરની સલામતીની તાલીમઃ સૌપ્રથમ ઉદ્દેશ સલામતીના તમામ પાસાઓ પર કોન્ટ્રાક્ટરોને તાલીમ આપવાનો અને સર્ટિફાઈ કરવાનો છે, જેથી સાઇટ કામગીરી દરમિયાન કોવિડ-19ના પ્રસારનું નિવારણ અને નિયંત્રણ થઈ શકે. ડો. ફિક્સિટે કોન્ટ્રાક્ટર પોતાની અને એના કામદારોને તથા સાઇટ પર ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કેવી રીતે કરી શકે એ માટે સંપૂર્ણ તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. પ્રોગ્રામમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ, તમામ સાવચેતી રાખવા માટે તાલીમ અને માહિતી પૂરી પાડવામાં આવે છે. અભ્યાસક્રમને અંતે સહભાગીઓની વિસ્તૃત પરીક્ષા લેવાય છે, જેમાં સફળ સહભાગીઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

સર્ટિફિકેશન ટ્રેનિંગ વીડિયો કોન્ફરન્સિંગ પર આપવામાં આવે છે, જે કોન્ટ્રાક્ટરોને સંભવિત ગ્રાહકોના ડરને દૂર કરવામાં અને વોટરપ્રૂફિંગ કામગીરી હાથ ધરવા તેમની સાથે નવા કામ માટેની સંભવિતતા વધારવામાં મદદ કરે છે. ઉપરાંત ડો. ફિક્સિટે કોરોના રોગચાળા દરમિયાન સાઇટ વર્કનું સંચાલન કેવી રીતે કરવું એના પર યુઝરને ઓડિયો વિઝ્યુઅલ માર્ગદર્શન પૂરું પાડે છે.

અસરકાર રીતે કામ પૂર્ણ કરવું: બીજો ઉદ્દેશ અદ્યતન વોટરપ્રૂફિંગ પદ્ધતિઓ પર કોન્ટ્રાક્ટરો/યુઝર્સને ટેકનિકલ તાલીમ પ્રદાન કરવાનો છે, જેથી તેઓ તમામ કામગીરી થોડા કામદારો સાથે ગુણવત્તાનાં કડક ધારાધોરણો સાથે ઝડપથી પૂર્ણ કરવા સજ્જ થઈ શકે.

આ માટે ડો. ફિક્સિટની ટીમોને અદ્યતન વોટરપ્રફિંગની ટેકનિકો પર ટેકનિકલ તાલીમ પ્રદાન કરવામાં આવે છે, જેમાં મિકેનાઇઝ સાધનોસામગ્રીનો ઉપયોગ સામેલ છે, જે તેમને ઝડપથી અને ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. ડો. ફિક્સિટે વિવિધ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, જે મિકેનાઇઝ ઉપકરણોનું ઉત્પાદન કરે છે અને આ મશીનો પર એના યુઝરને તાલીમ આપે છે.

પોતાનાં મહેનતુ અને સલામતીની તાલીમ ધરાવતા કોન્ટ્રાક્ટરો અને તેમની ટીમોની માનસિક શાંતિ માટે ડો. ફિક્સિટે ફ્રી કોવિડ વીમાકવચ પણ પ્રદાન કર્યું છે.

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના કન્સ્ટ્રક્શન કેમિકલ્સ (રિટેલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નિલેશ મઝુમદારે કહ્યું હતું કે, “અમારી ઇકોસિસ્ટમમાં વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટરો અતિ મહત્ત્વપૂર્ણ ઘટક છે, કારણ કે તેઓ બિલ્ડિંગો અને ઘરની મજબૂતી જાળવવામાં મદદરૂપ થાય છે. અમને આશા છે કે, આ પહેલ તેમને સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે તથા વોટરપ્રૂફિંગની આ મહત્ત્વપૂર્ણ રોજગારી મુખ્ય બિઝનેસ પીરિયડને ગુમાવ્યા વિના પાર પાડી શકાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.