GSRTCની આવકમાં ગાબડુઃ પેસેન્જરો પૂરતા નહીં મળતા હોવાના દાવા
અમદાવાદ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગની બસો (એસ.ટી.) ની આવકમાં ધરખમ ગાબડુ પડ્યું છે. હાલમાં એસ.ટી.ની બસો જાણે કે ખાલીખમ દોડી રહી છે. સામાન્ય દિવસોમાં જે પ્રકારની ભીડભાડ એસ.ટી.ની બસોમાં જાવા મળે છે, તેવું નથી. વળી આ વખતે શાળાઓમાં વેકેશન જાહેર થયું છે. પરંતુ માર્ચ-એપ્રિલ – મે – જૂન મહિના કોરોનામાં થયા છે. તેમાં પણ પાછળના એપ્રિલ-મે મહિના તો સંપૂર્ણ લોકડાઉનને કારણે વેકેશનમાં મામાનું ઘર ભૂલાઈ ગયું હતું.
અનલોક-૧માં રાજ્યમાં એસ.ટી. બસો ચાલુ થઈ છે. પરંતુ કોરોનાના વધતા કેસોને કારણે લોકોમાં વિશ્વાસના વાતાવરણમાં ઓટ આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે કોરોના પ્રસરી રહ્યો છે. તેથી શહેરોમાંથી ગામડાઓમાં રહેવા જવા પણ લોકો વિચારી રહ્યાં છે. લોકડાઉનમાં એસ.ટી. બસ સંપૂર્ણ બંધ રહી હતી. હવે અનલોક-૧માં એસ.ટી. તંત્રએ બસો શરૂ કરી છે. પરંતુ પેસેન્જરો મળતા નથી. ૧ થી ૧૧ જૂન દરમિયાન લગભગ ૧ લાખ ટ્રીપ થઈ છે. તેમ છતાં એસ.ટી.ની આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. એસ.ટી.ની આવક ઘટતા વહીવટીતંત્ર ચિંતિત થયું છે. જા કે અનલોકની સ્થિતિને હળવી જતા હજુ થોડો સમય લાગશે. ધીમે ધીમે એસ.ટી.ની બસોમાં પેસેન્જરોની સંખ્યા વધશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.