શુકલતીર્થ ગામે નર્મદા નદીના વહેણમાં રહેલા મગરને વનવિભાગે રેસ્કયુ કરી ઝડપી લીધો.
ભરૂચ, શુકલતીર્થ ગામે નર્મદા નદી કાંઠે મગર આંટાફેરા કરતો હોવાની જાણ વન વિભાગને થતાં વન વિભાગે નદીમાં જાળ નાખી મગરને ઝડપી લીધો. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના નર્મદાઓવારે મગર દેખા દેતો હોવાની વનવિભાગની કરવામાં આવતા વન વિભાગની ટીમે નદીમાં મગરને પકડવા ઝાડ નાખતા આઠ ફૂટ લાંબો મગર આગળ જાળમાં ફસાઈ ગયો હતો અને મગરને પકડી વન વિભાગની ટીમે નર્સરી ખાતે લઇ જઇ સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથધરી હતી.
ભરૂચના પૂર્વ પટ્ટી ના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં મગરોનો જૂથ હોવાની જાણ માછીમારોએ વનવિભાગને કરી હતી અને વન વિભાગની ટીમે પણ મગરને પકડી પાડવા માટે નદીમાં જાળ નાખતા આઠ ફૂટ લાંબો મગર જાળમાં ફસાઈ જતાં તેને સુરક્ષિત રીતે બહાર કાઢી ટ્રેક્ટર મારફતે નર્સરી ખાતે લઈ જવાયો હતો જોકે નદીમાંથી મગર ઝડપાઈ ગયું હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા
મગરને ઈકો ગાડીમાં લઈ વનવિભાગની ઓફિસ ઝાડેશ્વર ખાતે ખસેડી સુરક્ષિત સ્થળે છોડવાની કવાયત હાથધરી હતી.