ભિલોડા તાલુકામાં તમાકુ,ગુટખા,બીડીનો ભાવ આસમાને
(પ્રતિનિધિ) ભિલોડા, કોરોના વાઈરસની મહામારી દરમ્યાન ૪ લાકડાઉન દરમ્યાન જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ સહિત તમાકુ,ગુટખા,બીડી,સિગારેટનો ભાવ આસમાને પહોંચતા પ્રજાજનોમાં તીવ્ર રોષ ભભુકી રહ્યો છે.અનલાક-૦૧
માં વ્યાપક છુટછાટ મળવા છતાં અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં તમાકુ,ગુટખા,બીડી,સિગારેટનો ભાવ આસમાને પહોંચતા ગ્રાહકો ભારે મુંઝવણમાં મુંકાયા છે.બજારો રાબેતા મુજબ ખુલી ગયા હોઈ પરંતુ હોલસેલ વેપારીઓ ધોળા દિવસે ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે.વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ મલાઈદાર હપ્તા લેતા હોવાથી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.ગરીબ અને મધ્યમ વર્ગ દિન-પ્રતિ-દિન લુંટાઈ રહ્યો છે.
હોલસેલ વેપારીઓ મન ફાવે તેમ આડેધડ ભાવ ગ્રાહકો અને નાના-નાના વેપારીઓ પાસેથી વસુલી રહ્યા છે.બે નંબરનો ધીકતો ધંધો ચાલતો હોવા છતાં વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢ્યા હોઈ તેમ લોકમુખે ચર્ચાય રહ્યું
.તમાકુ,ગુટખા,બીડી,સિગારેટના શોખીનો ગમે તેટલો ઉંચો ભાવ ચુકવીને શોખની પુર્તતા કરી રહ્યા છે.વ્યસનીઓની મજબુરીનો લાભ ઉઠાવી હોલસેલ વેપારીઓ લાખ્ખો રૂપિયા બે નંબરમાં કમાઈ રહ્યા છે.ગ્રાહકોને પાકા બીલ મળતા નથી ? કાચા બીલની ચિઠ્ઠીઓ પર લાખ્ખો કરોડ્ડો રૂપિયાનો કારોબાર બે નંબરમાં ચાલી રહ્યો હોય તેમ આધારભુત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે.
લાકડાઉન અગાઉ ભરપુર સ્ટોક કરી લેનાર હોલસેલ વેપારીઓએ અધધધ… ધુમ કમાણી કરી છે.અનલાક-૦૧ માં વ્યાપક છુટછાટ રાજ્ય સરકાર ધ્વારા આપી હોવા છતાં તમાકુ,ગુટખા,બીડી,સિગારેટ પરના નિયંત્રણો હટાવી લેવાયા છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે તમાકુ,ગુટખા,બીડી,સિગારેટ,પાન-મસાલા મુળ કિંમતે બજારોમાં મળતા નથી ? હોલસેલ વેપારીઓ મનફાવે તેમ ભાવ નક્કી કરીને એમ.આર.પી. થી વધુ દોઢથી બે ગણા ઉંચા ભાવે વેચાણ બેરોકટોક કરી રહ્યા હોવાથી ગ્રાહકો લુંટાઈ રહ્યા છે.જીલ્લા કક્ષાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ સત્વરે અસરકારક ન્યાયિક કાર્યવાહી કરે તેવી પ્રબળ લાગણી બળવત્તર બની છે.
આદિવાસી વિસ્તારમાં ભોળા,અભણ માણસોને બે નંબરીયા વેપારીઓ ધોળા દિવસે લુંટી રહ્યા છે.કાચા બીલની ચિઠ્ઠીઓ ઉપર કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે.લાકડાઉન દરમ્યાન તમાકુ, ગુટખા,બીડી, સિગારેટના વેપારીઓએ બે નંબરમાં ધુમ કમાણી કરી છે.
કોરોના વાઈરસની મહામારી દરમ્યાન દિન-પ્રતિ-દિન કેસો વધતા પુનઃ લાકડાઉન આવશે તેવી ખોટી અફવાઓ ફેલાવી છે.બજારો સજ્જડ બંધ થઈ જશે તેવી ભ્રામક વાતોનો દોર યથાવત રહેતા પ્રજાજનો ભારે મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.બેનંબરીયા વેપારીઓ ગ્રાહકોની મજબુરીનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. *