Western Times News

Gujarati News

સંજેલી તાલુકામાં લોક ડાઉનની અફવાએ જોર પકડતાં તમાકુ બનાવટ ના ભાવમાં વધારો

પ્રતિનિધિ સંજેલી ૧૫ ૬ ફારૂક પટેલ: સંજેલી તાલુકામાં લોક ડાઉન ને અફવાને લઈ તમાકુ બનાવટોના વેચાણ પર ફરી પ્રતિબંધ લાગશે તેવી અટકળોને લઈને જથ્થાબંધ વેપારીઓ માલનો સંગ્રહ કરી ભાવમાં વધારો કરતા પાન બીડી મસાલાના શોખીન લોકોને ફરી મોંઘા ભાવે ખરીદવાનો વારો આવ્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા સંજેલી ખાતે આવેલી તમાકુ બનાવટની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.

કોરોના વાયરસને કારણે દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું હતું જ્યારે તમાકુ બનાવટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જેના કારણે તમાકુના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો હતો અને પ રૂપિયાની વસ્તુ ૨પ માં પણ વેચાવા લાગી હતી. હાલ અનલોક કરાતાં તમાકુ બનાવટના વેચાણને પણ છૂટ આપવામાં આવી છે જેના કારણે રેગ્યુલર ભાવે વેચાણ શરૂ થયું હતું પરંતુ અચાનક બે દિવસ પહેલાં રાજસ્થાન બોર્ડરને સીલ કરાતા ગુજરાતમાં પણ ફરી પંદર તારીખ બાદ લોક ડાઉન થવાની અફવાને લઈ બજાર ગરમ થતાં તમાકુ બનાવટના વેપારીઓ દ્વારા જથ્થાનો સ્ટોક કરવા માટે વેચાણ બંધ કરી દેતા પાન બીડી તમાકુ મસાલાના શોખીન લોકોને ફરી મોંઘા ભાવે ખરીદવાનો વારો આવ્યો છે

ત્યારે બે દિવસ પહેલા ફતેપુરા માં તમાકુ બનાવટમાં વધુ ભાવથી વેચાણ કરતા હોવાને લઇ ચાર દુકાનોને પણ કલેક્ટરના આદેશથી સીલ મારવામાં આવિ છે.ત્યારે સંજેલી તાલુકામાં પણ બીડી સિગારેટ વિમલ ગુટકા તમાકુ ની બનાવટમાં મન ફાવે તેવા ભાવ વસૂલતા વેપારીઓને નિયંત્રણમાં રાખવા વહીવટી તંત્ર દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી પાન ગુટકા બિડી વિમલ તમાકુ ના શોખીન લોકોની માંગ ઉઠવા પામી છે એક તરફ લોકોને ધંધા રોજગાર મળવા પણ મુશ્કેલ બન્યા છે ત્યારે બીજી તરફ પાન બીડી મસાલા તમાકુના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવે તે જરૂરી છે

બોક્સ બીડી વિમલ સિગારેટના જથ્થાબંધ વેપારીઓ સવારમાં એક બે કલાક જ માત્ર નામ પુરતો જ માલ જથ્થો મટી ગયો કહી પાછલા દરવાજે કે કાળા બજારના ભાવે વેચાણ શરૂ કરી દેવામાં આવે છે .હાલ પણ સંજેલી તાલુકામાં પાંચ ની વિમલ દસના ભાવે દસની બીડી પંદર માં ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.