Western Times News

Gujarati News

ખેડૂત ખેતી કરવા માટે એક્ટિવા લઈ બિયારણ લેવા ગયો, પરિવાર ઘરે રાહ જોઈ રહ્યો હતો

અકસ્માતમાં મોત નીપજ્યું :- મેઘરજ નવા બસ સ્ટેન્ડ નજીક ટ્રેક્ટરે એક્ટીવાને અડફેટે લીધું 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં મંગળવારના રોજ નવા બસસ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર બાંઠીવાડા ના રાવળફરી માં રહેતા ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન ખેડુતનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અકસ્માતના પગલે પરિવારજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મેઘરજ પોલીસે મૃતક ખેડૂતન લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

બાંઠીવાડા રાવળવાસના પુજાભાઈ કાળુભાઈ રાવળ અને અન્ય એક એક્ટીવા સવાર બંને ઈસમો ચોમાસુ  વાવેતરનુ બિયારણ લેવા મેઘરજ ગયા હતા અને બિયારણ લઈ પરત આવતા હતા તે અરસામાં મેઘરજ નવા બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર ઈસમને કમરના અને પેટના ભાગે ગંભિર ઈજાઓ પહોંચતા ઇસમ લોહીલુહાણ થયો હતો અને ટ્રેક્ટર ચાલક ટ્રૈક્ટર મુકી ફરાર થઈ ગયો હતો

ત્યારે ઈજાગ્રસ્ત ઈસમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા સારવાર દરમિયાન એક્ટીવા સવાર ઈજાગ્રસ્ત ઈસમ પુજાભાઈ કાળુભાઈ રાવળ ઉ.વ.આ.૪૨ રહે.બાંઠીવાડા રાવળવાસનુ અકસ્માતમાં મોત નીપજતા મૃતકના નાના ચાર બાળકો નોંધારા બનતા પરીવારજનોમાં આક્રંદ છવાયો હતો અકસ્માત અંગે મેઘરજ પોલીસને જાણ કરાતા મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ .જે.પી.ભરવાડે અકસ્માત સર્જનાર સોનાલિકા ટ્રેક્ટરના અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી મૃતકની લાશને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.