મોડાસા તાલુકાના ગામોમાં ઘરેઘર જઈને પ્રધાનમંત્રીના સંદેશા સાથે માસ્કનું વિતરણ કરાયું

સાકરીયા: આજરોજ મોડાસા તાલુકાના ગામોમાં મોદી સરકાર 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોડાસા તાલુકા ભાજપા ધ્વારા તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવતા આ અવસરે જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી સાથે મોડાસા તાલુકા ભાજપા મહામંત્રી રમેશભાઈ પી. પટેલ, જિલ્લા અનુ.જા.મોરચા પ્રમુખ દિનેશભાઇ પરમાર ,પ્રદેશ યુવા કારોબારી સભ્ય યશપાલસિંહ પુવાર, જિલ્લાપંચાયત સદસ્ય શ્રીમતિ કમળાબેન પરમાર, ચીરાગભાઇ ગોસ્વામી તથા કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા અને રૂબરૂ મળી સોસિયલ ડિસ્ટ્રેનસિંગ જાળવીને વિતરણ કરવામાં આવ્યું હતું.