Western Times News

Gujarati News

કોરોનાનું સંક્રમણ યથાવત રાજસ્થાન સરકારે સીલ કરેલી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મુકાઈ

રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો ૭ દિવસ અગાઉ ૧૧ હજારને વટાવી દેતા અને કોરોનાના લીધે ૨૫૬ લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝેટીવ કેસ વધતા રાજસ્થાન સરકારે ૭ દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો રાજસ્થાન સરકારે ૭ દીવસ પછી આંતરરાજ્ય સરહદો પરથી નિયંત્રણ હટાવી લેતા વાહનચાલકોમાં અને લોકોમાં આનંદ છવાયો હતો રાજસ્થાનમાં પ્રવેશ મેળવાનર તમામ વાહનોં નોંધણી ફરજીયાત બનાવી દેવામાં આવી છે

 રાજસ્થાન સરકારે ૭ દિવસ અગાઉ કોરોના સંક્રમણ અટકાવવા તમામ આંતરરાજ્ય સરહદો સીલ કર્યા બાદ બુધવારે ૭ દિવસ પછી રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પુનઃ તમામ વાહનચાલકો અને લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવતાં લોકોમાં આનંદ છવાયો હતો સરહદો સીલ કરતાં અટવાયેલા લોકો પરત વતન ફર્યા હતા અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ સહીત અન્ય બોર્ડર ખુલ્લી કરી દેતા વાહનોની અવર-જવર રાબેતા મુજબની જોવા મળી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.