Western Times News

Gujarati News

કોરોના : ૩ મહિનામાં ઈ-સ્પોટ્‌ર્સ ઉપર સટ્ટાબાજીમાં ૪૦ ગણાનો વધારો નોંધાયા

નવીદિલ્હી: કોરોના વાઈરસના કારણે સ્પોટ્‌ર્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્‌સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો રસ ઈ-સ્પોટ્‌ર્સમાં વધ્યું છે. રમત પર સટ્ટો રમતા લોકો હવે ઈ-સ્પોટ્‌ર્સ પર ધ્યાન આપવા લાગ્યા છે. સ્પોટ્‌ર્સ બુક પિનકલના ટ્રેડિંગ ડિરેક્ટર માર્કો બ્લૂમે કહ્યું કે,‘અમેરિકામાં ઈ-સ્પોટ્‌ર્સ પર સટ્ટાબાજીનો પ્રારંભ ૨૦૧૦માં થયો હતો. તે સમયે અઠવાડિયામાં ૧૦૦ ડાલર (૭૬૦૦ રૂપિયા)નો સટ્ટો લાગતો.’કોરોનાને કારણે અંદાજે ૩૮ લાખ કરોડ રૂપિયાની ગ્લોબલ ગેમ્બલ ઈન્ડસ્ટ્રી ઈ-સ્પોટ્‌ર્સ પર નિર્ભર થઈ. માર્ચથી બુકમેકર્સની ઈ-સ્પોટ્‌ર્સ પર બેટિંગમાં ૪૦ ગણાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં ઈ-સ્પોટ્‌ર્સની ગેમ્બલ રેવન્યૂ વર્ષના અંતસુધીમાં બમણી થઈ અંદાજે ૧ લાખ કરોડની થઈ શકે છે.

કેસિનો મેનેજમેન્ટ કંપની ફિફ્‌થ સ્ટ્રીટ ગેમિંગના મુખ્ય કાર્યકારી અધિકારી સેઠ શોએરે કહ્યું કે,‘મને આશા છે કે ઉત્તરી અમેરિકામાં આગામી ૫-૧૦ વર્ષમાં ઈ-સ્પોટ્‌ર્સ બેટિંગ કરવા મામલે એનએફએલ અને એનબીએ મામલે ત્રીજા સ્થાને આવી જશે.’ ટેક્સની કમાણી વધારવા માટે ઘણા અન્ય રાજ્યો ઈ-સ્પોટ્‌ર્સ પર સટ્ટાબાજીને મંજૂરી આપી શકે છે. પ્રિન્સટેન પબ્લિક અફેર્સ ગ્રૂપના બિલ પાસ્કરેલે કહ્યું કે,‘મને આશા હતી કે ૩-૪ રાજ્ય સ્પોટ્‌ર્સ બેટિંગની મંજૂરી આપી શકે છે. પરંતુ હવે આ બમણું થઈ શકે છે.’

અમેરિકન કોર્ટે ૨૦૧૮માં સટ્ટાબાજીને માન્યતા આપવાની જાહેરાત કરી હતી. નેવાદામાં ૧૯૪૯થી સટ્ટાબાજી થઈ રહી હતી. ૨૦૧૬માં પ્રથમ ઈ-સ્પોટ્‌ર્સ બેટિંગનો પ્રારંભ થયો હતો. ૨૦૧૭માં વધુ ૨ ટૂર્નામેન્ટ પર સટ્ટાબાજીનો પ્રારંભ થયો હતો. આ વર્ષે નેવાદામાં ૧૩ ઈ-સ્પોટ્‌ર્સ લીગ પર સટ્ટો લગાવવાની મંજૂરી મળી. નેવાદા ગેમિંગ કંટ્રોલ બોર્ડના ચીફ ઈન્ફોર્સમેન્ટ ડિવિઝન જેમ્સ ટેલરે કહ્યું,‘લોકો સટ્ટો લગાવવા માગે છે. અમે આપેલું લાયસન્સ કસ્ટમર્સને આ તક આપે છે. ઈ-સ્પોટ્‌ર્સની વિશેષતા એ છે કે ખેલાડી ઘરે બેસીને ગમે ત્યાં રમી શકે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.