Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓની ઉત્તમ કારર્કિદીનાં ઘડતર માટે ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનું ક્ષેત્ર હોટ ફેવરિટ પુરવાર થશે

GPSCની પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી કોર્સમાં સરકારી નોકરીની ઉત્તમતક

અમદાવાદ, વૈશ્વિક મહામારી કોવિડ-19નો દૃઢતાથી અને સફળતાપૂર્વક સામનો કરી રહેલો ભારત દેશ સંપૂણપણે આત્મનિર્ભર થવાનું લક્ષ્ય ધરાવે છે. વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણનાં વધતા વ્યાપ અને કોવિડ-19 પછી બદલાયેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની મહત્વની ભૂમિકા હશે. નવા સંજોગોમાં કારકિર્દીનાં ઘડતર માટે ઉદભવી રહેલા ટોચનાં ક્ષેત્રોમાં ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનું સ્થાન પણ ટોચ પર રહેશે.

ભારતમાં ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પુરું પાડતી જૂજ સંસ્થાઓ છે. છેલ્લા 19 વર્ષથી કાર્યરત કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેક્નોલોજી  (સીઓએસએફટી) ટોચ પર છે.

ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ ખાતે આવેલી કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીઓએસએફટી) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે કે જયાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની B.Sc. (Fire & Safety)  ડિગ્રી મળે છે.  ગુજરાતના કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફાયર અને સેફટીના ક્ષેત્રમાં સો ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાની વધુ વિગતો તેની વેબસાઈટ www.collegeoffiretechnology.com પર પણ ઉપલબ્ધ છે.

કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીનાં એડમિશન માટે ધો.૧ર સાયન્સમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. A ગ્રુપ અને B ગ્રુપમાં ધો.૧ર સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ઈન્ટરવ્યુની પક્રિયા ચાલે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજીમાં B.Sc. (Fire & Safety)માં એડમીશન માટે જે તે રાજયમાં માન્ય એજયુકેશન બોર્ડ ઉપરાંત CBSEનાં ધો.૧ર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. સીઓએસએફટીમાં ધો.૧૦ અને ધો. 12 (કોમર્સ) પછી G.C.V.T. (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત I.T.I. (Fireman)નો એક વર્ષનો અભ્યાસ ક્રમ પણ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં પણ આકર્ષક રોજગારીની તકો રહેલી છે.

છેલ્લા 19 વર્ષથી કાર્યરત કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં 5500થી 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાયર અને સેફટી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા છે.

ગુજરાત સરકારની  જીપીએસસી એ પણ આ કોર્સને માન્યતા આપી હોવાથી આકર્ષક સરકારી નોકરીની તક ગુજરાત રાજ્યમાં પણ રહેલી છે. કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં ઉપલબ્ધ B.Sc. (Fire & Safety)ની  ડિગ્રીનો સમયગાળો ૩ વર્ષનો છે. સંસ્થાનું કેમ્પસ અત્યાધુનિક અને સારી આંતરમાળખાકીય સુવિધાઓથી સજજ છે.

કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી ISO 9001 – 2015  પ્રમાણિત સંસ્થા છે. કોલેજ  ગ્રેજયુએશન પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનીવસિર્ટીમાં M.Sc. કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે અને રોજગારીની તકો  ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.