Western Times News

Gujarati News

વૃધ્ધાશ્રમમાં પોસ્ટના અધિકારીએ જાતે જઈ વડીલોને સહાય આપી

અમદાવાદ: નારણપુરા સ્થિત  જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને સરકાર તરફથી મળતી વૃધ્ધ સહાયના નાણાં આપવા માટે પોસ્ટ ઓફિસના અધિકારી કે.બી.ચાવડા ખુદ પોતાની ટીમ સાથે વૃધ્ધાશ્રમ પહોંચી ગયા હતા. કોરોનાની મહામારીને કારણે વડીલોને વૃધ્ધાશ્રમમાંથી બહાર લઈ જવા જાખમી હોવાથી સંચાલકો દ્વારા પોસ્ટ અધિકારી સમક્ષ વૃધ્ધાશ્રમમાં આવીને તેમને વૃધ્ધ સહાયનું વિતરણ કરે એવી વિનંતી કરવામાં આવી હતી.

કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં લોકોને શકેય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા માટે સુચન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જ નારણપુરા સ્થિત  જીવનસંધ્યા વૃધ્ધાશ્રમના વડીલોને પણ સલામતીના ભાગરૂપે વૃધ્ધાશ્રમના કેમ્પસની બહાર જવા દેવામાં આવતા નથી.હવે તેમને સરકાર તરફથી મળતાં વૃધ્ધ સહાય નાણાં પોસ્ટમાંથી ઉપાડવા માટે બહાર જવાની મંજુરી માંગતા હતા

ત્યારે સંચાલક નાગરવાડા તથા ડીમ્પલબેન દ્વારા નારણપુરા પોસ્ટ ઓફિસના અધિકારીઓને વિંનંતી કરવામાં આવી હતી કે જા તેઓ વૃધ્ધાશ્રમ પર આવીને વડીલોને તેમની સહાયના નાણાં ચુકવી જાય તો વડીલોને આ મહામારીમાં બહાર લાવવા પડે નહીં. ફરજ પરના અધિકારી કે.બી.ચાવડાએ સંચાલકોની વિંનંતી ગ્રાહ્ય રાખીને પોતાની ટીમ સાથે વૃધ્ધામ પહોંચી ગયા હતા. અને વડીલોને રૂ.૪૦ હજારની સહાયની રકમ ચુકવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધાઓને પણ વિધવા સહાયની રકમ પોસ્ટના અધિકારીઓએ રૂબરૂ આવીને આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.