ચીનની એપ ડિલિટ કરો તેમજ ગાંઠિયા-ફાફડા સાથે જલેબી ફ્રી
ચીનની સાથે તાજેતરમાં ભારતીય સેનાના સંઘર્ષ બાદ દેશભરમાં પાડોશી દેશ સામે ભારે વિરોધ જાવા મળે છે
વડોદરા, ચીન અને ભારત વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ વઘી રહેલા તણાવ વચ્ચે સમગ્ર દેશભરમાં ઠેર-ઠેર હવે ચીનનો વિરોધ થવા માંડયો છે. તેનાં પ્રત્યાઘાત રૂપે સમગ્ર દેશમાં અને રાજ્યમાં પણ ચીનનો માલસામાન તેમજ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં પૂતળા બાળવામાં આવી રહ્યાં છે ત્યારે વડોદરામાં ફરસાણનાં એક વેપારીએ ચીનનો વિરોધ કરવા એક અનોખી પહેલ શરૂ કરી છે. જા કે, આને ઘણા માર્કેટિગ કિમિયો પણ માની રહ્યા છે.
નોંધનીય છે કે ચીન અને ભારત વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી સૈન્ય અથડામણમાં ભારતનાં ૨૦ જવાનો શહીદ થયાં હતાં. ત્યારબાદ ભારતીયોમાં ચીન પ્રત્યે એક પ્રકારનો અનોખો આક્રોશ જાવા મળી રહ્યો છે. લોકો અલગ-અલગ રીતે ચીન પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. એવામાં વડોદરામાં એક ફરસાણનાં વેપારીએ અનોખી પહેલ શરૂ કરતા એક ઓફર રજૂ કરી છે.
વડોદરાનાં નિઝામપુરા વિસ્તારનાં ફાફડા જલેબીનાં એક વેપારી અનોખી પહેલ શરૂ કરતા જે પણ વ્યક્તિ તેમની દુકાને જઈને તેમની સામે જ ચાઈનીઝ એÂપ્લકેશનને ફોનમાંથી અનઈન્સટોલ કરશે તે ગ્રાહકોને ગાંઠીયા-ફાફડા સાથે જલેબી ફ્રીમાં આપવામાં આવશે. વેપારીએ ે તેની દુકાન પર આ ઓફરનું બોર્ડ પણ લગાવ્યું છે કે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વેપારી દ્વારા મફતમાં જલેબી આપવામાં આવી રહી છે. વેપારીનું કહેવું એમ છે કે, ચાઈના પોતાની એપ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. તેને રોકવા માટે દરેક ભારતીય આ રીતે પોતાનું યોગદાન આપે તો ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે.