Western Times News

Gujarati News

સુરત : ૨૧ દિ’માં ૨૫૦ રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત યથાવત જાવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરમાંથી હીરા ઉદ્યોગને લઇને માંઠા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર, છેલ્લા ૨૧ દિવસમાં શહેરમાં અંદાજે ૨૫૦ રત્નકલાકારો કોરોના વાયરસનો ભોગ બન્યાં છે. સુરતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રત્નકલાકારો વધુમાં વધુ કોરોનાની ઝપેટમાં આવતા હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી ઊભી થઈ છે.

છેલ્લા ૨૧ દિવસમાં ૨૫૦ રત્ન કલાકાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કતારગામ ઝોનમાં ૧૫૭ રત્ન કલાકારાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ ૩૮ રત્ન કલાકરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હીરા ઉધોગ ચિંતામાં મૂકાઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાતે ૮.૦૦ વાગ્યા સુધીના આંકડા પર નજર નાંખીએ તો ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતાં. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૫૮૦ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સુરત માટે સૌથી ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. સુરતમાં કોરોનાનાં ૧૭૬ કેસો નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મોત નિપજ્યાં અને ૬૫૫ દર્દીઓ સાજા થયા હતા. ગઈકાલ રાત ૮.૦૦ વાગ્યા સુધીના આંકડાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં કેસો પર નજર કરીએ તો, અમદાવાદમાં ૨૭૩, સુરતમાં ૧૭૬, વડોદરામાં ૪૧, ગાંધીનગરમાં ૧૫, ભરૂચમાં ૧૦, અરવલ્લીમાં ૯ કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત જામનગરમાં ૮ કેસ તો, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ અને અમરેલીમાં ૪-૪ કેસ નોંધાયા હતા. આમ, રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક ૨૭ હજાર ૩૧૭ પર પહોંચ્યો હતો. ગુજરાતમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોનો આંક ૬ હજાર ૨૯૬ છે. જેમાંથી ૫૯ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૬ હજાર ૨૩૭ દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧ હજાર ૬૬૪ મૃત્યુ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.